રોજ સવારે કરી લો બસ આ કામ, વજન ઉતરી જશે ફટાફટ, રહેશો એકદમ ફિટ એન્ડ સ્ટ્રોંગ

0

આજે દુનિયામાં જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો એ છે મોટાપો. દરેક શહેર દરેક ગામ અને  હવે તો મોટાભાગના ઘરમાં એકાદ વ્યક્તિતો એવું મળશે જે મોટાપાનો શિકાર હોય છે. મોટાપા દ્વારા ઘણી બીમારીઓ પણ આવી શકે છે માટે આ સમસ્યાથી જેટલો છુટકારો બહેલો મેળવીએ એટલું જ લાબું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે તો આજે અમે તમને કેટલાક એવા સરળ નુશખાઓ બતાવીશું જેના દ્વારા તમે મોટાપાને દૂર કરી શકો છો.

Image Source

સવારે વહેલા ઉઠવાની  ટેવ પાડવી એવું તો આપણા વડીલો આપણને હંમેશા સલાહ આપતા હોય છે, પરંતુ સવારની આળશ માણસને ના ઉઠવા માટે મજબુર કરે છે અને આપણે મોડા સુધી સુઈ પણ રહીએ છીએ, પરંતુ જો તમારે મોટાપામાંથી છુટકારો મેળવવો હોય તો પહેલા તમારે વહેલા ઉઠવાની આદત પાડવી પડશે અને અમે જે ઉપાય બતાવવાના છીએ એ સવારે વહેલા ઉઠીને જ કરવાના છે.

Image Source

રાત્રે વધુ પડતો કે ચરબીયુક્ત ખોરાકના કારણે અને રાત્રે સુઈ જવાના કારણે હલનચલન ના થવાના કારણે શરીરનું પાચનતંત્ર પણ બરાબર કામ નથી કરતુ, પરંતુ જો તમે સવારે ઉઠતાની સાથે જ બે ગ્લાસ જેટલું સામાન્ય તાપમાન વાળું પાણી પીવો છો, અથવા ગરમ પાણી પીવો છો તમને આ સમસ્યામાંથી છુટકારો મળે છે. અને મોટાપાની સમસ્યા પણ દૂર થાય છે.

Image Source

સવારે ગરમ પાણીની અંદર એક ચમચી મધ, લીંબુ અને તજનો પાવડર નાખીને પીવામાં આવે તો પણ મોટાપાથી છુટકારો મળી શકે છે, કારણ કે આ મિશ્રણમાં ભારે માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે જે શરીરમાં જામેલી વધારાની ચરબીને દૂર કરે છે જેનાથી વજન પણ ઘટે છે અને મોટાપો પણ દૂર થાય છે.

Image Source

દાળ શાકમાં વપરાતા મીઠા લીમડાના પાનને તમે ઉકાળીને પણ સવારે પી શકો છો એ ઉપરાંત તમે મીઠા લીમડાના પાન ચાવી અને તેની સાથે ગ્રામ પાણી પણ પી શકો છો જેના કારણે શરીરમાં જમા થયેલા ટોક્સિન દૂર થાય છે અને તેનાથી વજનમાં પણ ઘટાડો થાય છે, આ રીતે પણ તમે મોટાપાને દૂર કરી શકો છો.

Image Source

જીરાને એક કપ જેટલા પાણીમાં ઉકાળીને તેની અંદર લીંબુ નાખી પીવામાં આવે તો પણ વજન ઘટી શકે છે, જો રાત્રે જીરાને પાણીમાં પલાળી એને સવારે પી જવામાં આવે તો પણ સારો ફાયદો પહોંચે છે કારણ કે જીરાની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલા છે, જે મેટાબોલિઝ્મને એકદમ બરાબર રાખે છે અને મોટાપાની સમસ્યા પણ તેનાથી દૂર રહે છે.

Image Source

મોટાપાને દૂર કરવા માટે યોગા પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, રોજ વહેલી સવારે યોગા કરવામાં આવે તો વજન પણ ઘટી શકે છે અને મોટાપો પણ દૂર થાય છે સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે, માનસિક તણાવના કારણે પણ વજન વધવાની સમસ્યા વધી શકે છે.

Image Source

તો આ બધા ઉપાયો દ્વારા તમે તમારા વજનને ઘટાડી શકો છો અને મોટાપાને પણ દૂર કરી ફિટ એન્ડ સ્ટ્રોંગ રહી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.