હેલ્થ

મોટાભાગના લોકોમાં હોય છે આ 7 પોષક તત્વોની ઉણપ, ડાયટમાં ઉમેરી દો આ વસ્તુઓ

સ્વસ્થ શરીર માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનું હોવું ખુબ જ જરૂરી છે.  આ પોષક તત્વો ન્યુટ્રીએંટ્સ બહુજ સામાન્ય છે છતાં પણ મોટાભાગના લોકોમાં તેની ઉણપ જોવા મળે છે. ચાલો જાણીએ કે પોષક તત્વોની ઉણપ મોટાભાગના લોકોમાં જોવા મળે છે તેને કેવી રીતે પુરી કરી શકાય છે.

Image Source

1. આયરનની ઉણપ:
આયરન એક જરૂરી મિનરલ છે. હિમોગ્લોબીન અને કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે બહુ જ જરૂરી છે. આખી દુનિયામાં સૌથી વધારે (25%) લોકોમાં આયરની ઉણપ મળી આવે છે. તો નાના બાળકોમાં 47 % સુધી આયરનની ઉણપ મળી આવે છે. પીરિયડ્સ દરમિયાન 30 ટકા મહિલાઓમાં પણ તેની ઉણપ હોય છે. તો 42 ટકા યુવાઓ અને પ્રેગ્નેટ મહિલાઓમાં પણ તેની ઉણપ મળી આવે છે.

Image Source

આયરનની ઉણપથી મોટાભાગના લોકોને એનિમિયા થઇ જાય છે. શાકાહારમાં તેનો ખતરો વધારે રહે છે કારણ કે માત્ર પ્લાન્ટ બેસ્ડ આયરનનું જ સેવન કરે છે. આયરનની ઉણપના કારણે કમજોરી અને થાક લાગ્યા કરે છે. આ ઉપરાંત તેની ઉણપના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ કમજોર થઇ જાય છે. માટે ડાયટમાં લાલ મીટ, સાલમન માછલી, બીન્સ, સીડ્સ, બ્રોકલી, લીલા શાકભાજી, અને સાગ સામેલ કરો.

Image Source

2. આયોડિનની ઉણપ:
થાયરોડને સામાન્ય રાખવા માટે આયોડીન ખુબ જ જરૂરી છે. માથા અને હાડકાના વિકાસ માટે થાઇરોડ હાર્મોન આવશ્યક હોય છે. આયોડિનની ઉણપ સૌથી સામાન્ય પોષક તત્વોની ઉણપમાંથી એક છે. દુનિયાના લગભગ એક તૃત્યાંશ લોકોમાં આ ઉણપ મળી આવે છે. આયોડિનની ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ થાઇરોડ ગ્લેડનું વધી જવું છે.

Image Source

આયોડિનની ઉણપના કારણે હૃદયની ગતિ વધવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ આવવા લાગે છે. આયોડિનની ઉણપથી ગંભીર નુકશાન પણ થઇ શકે છે. ખાસ કરીને બાળકોનો વિકાસ રોકાઈ જાય છે. તેના માટે ડાયટમાં માછલી, ડેરી પ્રોડક્ટ અને ઈંડા સામેલ કરો. કેટલાક દેશોમાં આયોડીન વાળું મીઠું અનિવાર્ય છે.

Image Source

3. વિટામિન ડીની ઉણપ:
વિટામિન ડી વસામાં ઘુલનશીલ વિટામિન છે જે શરીરમાં સ્ટેરૉયડ હાર્મોનની જેમ કામ કરે છે. શરીરની કોશિકાઓ માટે વિટામિન ડી ખુબ જ જરૂરી છે. તડકાના કારણે શરીરમાં વિટામિન ડી બને છે. જે જગ્યાએ તડકો નથી હોતો ત્યાંના લોકોમાં આની વધારે ઉણપ જોવા મળે છે. અમેરિકામાં લગભગ 42 ટકા લોકોમાં આ વિટામિનની ઉણપ છે. મોટાભાગે ભારતીયોમાં પણ વિટામિન ડીની ઉણપ જોવા મળે છે.

Image Source

વિટામિન ડીની ઉણપના કારણે માંસપેશીઓ અને હાડકા કમજોર થઇ જાય છે. જેના કારણે ફ્રેક્ચરનો ખતરો વધે છે. આની ઉણપથી બાળકોનો વિકાસ રોકાઈ જાય છે. તેની ઉણપથી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઇ જાય છે. સાથે જ કેન્સરનો પણ ખતરો વધી જાય છે, વિટામિન ડી માટે કૉડ લીવર ઓઇલ, ફૈટી માછલી અને ઈંડાની જર્દી લેવું. જો તમે તડકામાં નથી જઈ શકતા તો વિટામિન ડીનું સપ્લીમેન્ટ પણ લઇ શકો છો.

Image Source

4. વિટામિન બી-12ની ઉણપ:
વિટામિન બી-12 પાણીની અંદર ઘુલનશીલ વિટામિન છે. લોહી, દિમાગ અને નર્વસ સિસ્ટમ માટે આ વિટામિન બહુ જ જરૂરી માનવામાં આવે છે. વિટામિન બી-12 વધારે પ્રમાણમાં એનિમલ ફૂડમાં મળી આવે છે. માટે શાકાહારી લોકોમાં તેની ઉણપ વધારે જોવા મળે છે. કેટલાક લોકોની અંદર આ વિટામિનની ઉણપ એટલી થઇ જાય છે કે તેમને બી-12 ઇન્જેક્શન અથવા તો સપ્લીમેન્ટ લેવા પડે છે. આની ઉણપ પુરી કરવા માટે માછલી, મીટ, ઈંડા, અને મિલ્ક પ્રોડક્ટ લેવા જરૂરી છે.

Image Source

5. કેલ્શિયમની ઉણપ:
શરીરની દરેક કોશિકાઓ માટે કેલ્શિયમ જરૂરી છે. તે હાડકા અને દાંતને જરૂરી પોષણ આપે છે. કેલ્શિયમની ઉણપથી હૃદય, માંસપેશીઓ અને નસો યોગ્ય રીતે કામ નથી કરી શકતી. કેલ્શિયમની ઉણપના કારણે હાડકા કમજોર થઇ જાય છે અને ઓસ્ટિયોપોરોસિસ નો ખતરો વધી જાય છે. તેની ઉણપ પુરી કરવા માટે ડાયટમાં હાડકા વાળી માછલી, ડેરી પ્રોડક્ટ અને લીલા શાકભાજી સામેલ કરવા જોઈએ.

Image Source

6. વિટામિન- એની ઉણપ:
વિટામિન એ વસાની અંદર ઘુલનશીલ વિટામિન છે. સ્વસ્થ ત્વચા, દાંત, હાડકા અને કોશિકોની કરચલીને બનાવી રાખવા માટે આ વિટામિન ખુબ જ જરૂરી છે. આંખો માટે પણ આ વિટામિન ખુબ જ જરૂરી છે. તેની ઉણપથી લોકોને ઓછું દેખાવવા લાગે છે. વિકાસશીલ દેશોના લોકોમાં આ વિટામિન ખુબ જ ઓછું મળી આવે છે. આની ઉણપથી રોક પ્રતિકારક શક્તિ ઉપર પણ પ્રભાવ પડે છે. ઓર્ગન મીટ, ફિશ લીવર ઓઇલ, બીટા કૈરોટિન, શક્કરિયા, ગાજર અને પાનાં વાળા શકભાજીમાં આ વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે.

Image Source

7. મેગ્નેશિયમની ઉણપ:
મેગ્નેશિયમ તમારા શરીરની અંદર એક મહત્વપૂર્ણ ખનીજ છે. હાડકા અને દાંતની સંરચના માટે તે ખુબ જ જરૂરી છે. મેગ્નેશિયમની ઉણપથી ટાઈપ 2 ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ, હૃદયરોગ, બેચેની, માંસપેશીઓમાં દર્દ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ થઇ શકે છે. મેગ્નેશિયમની ઉણપ પુરી કરવા માટે ડાયટમાં અનાજ, સૂકા મેવા, ડાર્ક ચોકલેટ અને લીલા પાનવાળા શાકભાજી સામેલ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.