સંધિવા જેને ગઠિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગની તકલીફ એવી હોય છે જેને સામાન્ય લોકો નથી સમજી શકતા. સંધિવા થવા ઉપર માણસને હરવું-ફરવું અને બેસવું કે ઉભું થવું પણ મુશ્કેલ બની જાય છે. સંધિવાનું મુખ્ય કારણ છે શરીરની અંદર વધી ગયેલું યુરિક એસિડ. યુરિક એસિડના કણ ધીમે ધીમે સાંધા ઉપર જમા થઇ જાય છે અને પછી સોજા અને દુઃખાવાનું કારણ બને છે.

આ યુરિક એસિડ પ્યુરિનના તૂટવા ઉપર શરીરની અંદર બને છે. સંધિવાની બીમારી મહિલા અને પુરુષ બનેંને થઇ શકે છે. મોટાભાગે આ બીમારી 50ની ઉમર પછી હેરાન કરવા લાગે છે. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે ઓછી ઉંમરના લોકોને પણ આ બીમારી લાગુ પડે છે. સંધિવા થવા ઉપર તમારે એ વસ્તુનું સેવન ઓછું કરી દેવું જોઈએ જેની અંદર પ્યુરિન વધારે હોય જેવા કે ટામેટા, દાળ અને દહીં વગેરે.

સંધિવાના દુખાવાથી પીડિત લોકો માટે અજમાનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે. ચાલો આજે તમને જણાવીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી શું ફાયદો થાય છે.

યુરિક એસિડ ઘટાવે છે અજમો અને આદુ:
અજમો પેટ માટે ખુબ જ ફાયદાકારક છે એ આપણે જાણીએ છીએ, કારણ કે તે ભોજનને પચાવવામાં ખુબ જ મદદ કરે છે. પરંતુ અજમાના બીજની અંદર એવા ખાસ તત્વો પણ હોય છે જે શરીરની અંદર વધેલા યુરિક એસિડને ઓછું કરે છે. જેના કારણે સંધિવાના રોગોથી પીડિત વ્યક્તિની તકલીફ ધીમે ધીમે દૂર થવા લાગે છે. તેના માટે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અજમો અને આદુનો યોગ્ય રીતે ઉપયોગ કરવો.

આદુ અને અજમાનો ઉપયોગ કરવાથી પરસેવો આવે છે. પરસેવો આવવાના કારણે શરીરની અંદરથી ટોક્સિન્સ એટલે કે ગંદા પદાર્થો બહાર નીકળે છે. જેમાંથી એક ટોક્સિન શરીરની અંદર જમા થયેલું યુરિક એસિડ પણ છે. આ ઉપરાંત આદુની અંદર એન્ટી ઈંફલેમેન્ટ્રી ગુણ પણ હોય છે જેના કારણે તેના સેવનથી દુખાવા અને સોજામાં રાહત મળે છે.

કેવી રીતે કરવો આદુ અને અજમાનો પ્રયોગ:
એક પેનની અંદર દોઢ કપ પાણી લેવું અને તેમાં અડધી ચમચી અજમો અને એક ઇંચના ટુકડા જેટલું આદુ કાપીને અથવા કચળીને નાખી દેવું. તેને 6-7 મિનિટ સુધી ઉકાળવું જેના કારણે આદુ અને અજમાનો અર્ક પાણીની અંદર ભળી જાય. ત્યારબાદ આ ઉકાળાને ગાળીને પીવો. તમે દિવસમાં બે વાર આ પ્રકારે આદુ અને અજમાનો ઉકાળો બનાવીને પી શકો છો. જેનાથી તમને પરસેવો આવશે અને તમારા શરીરમાંથી યુરિક એસિડ પ્રાકૃતિક રૂપે જ ઓછું થશે.

દિવેલથી કરો માલિશ:
ઉપર જણાવેલ ઉકાળા દ્વારા તમે યુરિક એસિડ ઓછું કરી શકો છો. અને આ સાથે તમે દિવેલ દ્વારા પગે માલિશ કરવાથી યુરિક એસિડ તૂટીને બહાર નીકળી જશે સાથે જ તમને સોજા અને દુઃખવામાં પણ સારી રાહત મળશે.

આ વાતોનું પણ રાખો ખાસ ધ્યાન:
જે લોકોને સંધિવાની તકલીફ હોય કે આર્થરાઇટિસની ફરિયાદ હોય તેમને યુરિક એસિડ ઘટાવવાની સાથે સાથે પોતાના જીવનમાં કેટલાક અન્ય બદલાવ પણ કરવા જોઈએ. જેના કારણે તમેનું યુરિક એસિડ ઝડપથી ઘટે અને તકલીફ ઓછી થાય.
- બહુ જ બધા માંસાહારી આહારોમાં પ્યુરિન વધારે હોય છે. જેના કારણે સંધિવા થવા ઉપર તમારે માંસાહારનું સેવન ના કરવું જોઈએ.
- દારૂની અંદર વધારે પ્રમાણમાં પ્યુરિન હોય છે જેના કારણે શરાબ પીવી સંધિવાના રોગીઓ માટે ખતરારૂપ છે અને તકલીફમાં પણ વધારો કરી શકે છે. જેના કારણે દારૂનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ.
- જો તમારું વજન વધારે છે તો તમારું વજન ઘટાડો, કારણ કે વધારે વજનના કારણે એડીઓ અને ઘૂંટણ ઉપર ભાર પડે છે. જેનાથી દુઃખાવો અને તકલીફ વધે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.