ખબર

અમેરિકાથી આવ્યાં ગજબ સમાચાર, કોરોનામાં ‘આ’ દવાના ઉપયોગને મળી મંજૂરી- જાણો વિગત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાનો ઉપયોગ કરવાનું કહી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ દવાથી ન્યૂયોર્ક અને કેટલીક અન્ય જગ્યાના દર્દીઓની સારવાર થઈ છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA)કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિરના ઉપયોગની મંજૂરી આપી છે.

Image Source

અમેરિકામાં કેટલીક હોસ્પિટલો કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં મેલેરિયાના ઉપચારમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દવાના ટ્રાયલની વચ્ચે જ ઈમરજન્સી ઉપયોગ માટે FDA દ્વારા મંજૂરી અપાઈ છે. FDAએ કહ્યું કે આ દવા પૂર્ણ સારવાર નથી પરંતુ મોટી મદદ મળશે. એન્ટી વાયરલ મેડિસિનથી કોરોનાના દર્દીઓને ઠીક કરતા હોવાનો દાવો થયો હતો.

Image source

કહેવામાં આવી રહ્યું છે કે, લોકોને રેમડેસિવિર દવા આપવામાં આવી હતી તેને સરેરાશ 11 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પહેલા નેશનલ હેલ્થ કમિશનના એન્થની ફોસીએ જણાવ્યું હતું કે, આ દવા ગંભીર રીતથી બીમાર કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં કારગત સાબિત થશે. હાલ આ દવાનો ઉપયોગ સામાન્ય રીતે બીમાર દર્દીઓ પર કરવામાં આવ્યો નથી.

Image Source

અમેરિકામાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1,131,856 કેસ જોવા મળ્યા છે. જેમાં 65,782 લોકોના મોત થયા છે. જ્યારે 1.64 લાખ આ ખતરનાક બીમારીથી સાજા થયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.