વાળની અંદર ખંજવાળ આવવી એ સામાન્ય બાબત ગણાય છે. આ માથાની અંદર રહેલા ખોડાના કારણે અથવા તો ઇન્ફેક્શનના કારણે થતી હોય છે. પરંતુ આ સમસ્યા એક રીતે જોવા જઈએ તો ખુબ જ ગંભીર પણ છે.

તેનાથી વાળ ઉતરવા, લાલિમા કે પછી સોજા જેવી સમસ્યા થઇ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટેના કેટલાક ખાસ ઉપાયો છે. જે તમને ખુબ જ ફાયદો પહોંચાવશે.

1. લીંબુનો રસ:
માથાની અંદર આવતી ખંજવાળ માટે લીંબુ એક શ્રેષ્ઠ ઉપાય છે. તેની અંદર રહેલું સિટ્રિક એસિડ ત્વચાની સફાઈ પણ કરે છે અને ખંજવાળને પણ શાંત કરવામાં ખુબ જ મદદ કરે છે. તેના રસને થોડીવાર માટે માથામાં લગાવીને છોડી દેવો ત્યારબાદ તેને ધોઈ નાખવું.

2. નારિયેળ તેલ:
નારિયેળ તેલ આપણા ઘરમાં હોય છે જ. માથામાં આવતી ખંજવાળને તરત શાંત કરવા માટે તમે માથાની અંદર નારિયેળ તેલથી માલીસ કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે નારિયેળ તેલ શુદ્ધ હોવું જોઈએ. આ તેલની અંદર લોરિક એસિડ હોય છે જેના કારણે તેલ ત્વચાની અંદર સમાઈ જાય છે અને ખંજવાળમાં રાહત મળે છે.

3. ટી ટ્રી ઓઇલ:
ટી ટ્રી ઓઈલની અંદર એન્ટીફંગલ અને એન્ટિસેપ્ટિક તત્વો રહેલા છે. તે વાળની સ્ક્લેપને સૂકવવાથી રોકે છે. તેના 10-15 ટીપા પોતાના શેમ્પુની અંદર ભેળવીને વાળ ધોતા પહેલા જડોમાં લગાવી લેવા. ત્યારબાદ વાળ ધોઈ નાખવા. તેને તમે ઓલિવ ઓઇલમાં ભેળવીને પણ હલકું મસાજ કરી શકો છો.

4. ઓલિવ ઓઇલ:
ઓલિવ ઓઇલ કે બદામના તેલ જેવા એસેન્શીયલ ઓઇલથી માથામાં મસાજ કરો. તમે ઈચ્છો તો તેલના મિશ્રણનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી ખંજવાળમાં પણ રાહત મળશે અને તમારા વાળ પણ ઘાટ્ટા બનશે.

5. દહીં:
દહીંથી પોતાના માથાની અંદર મસાજ કરો અને તેને થોડા સમય સુધી વાળમાં જ લગાવેલું રહેવા દો. ત્યારબાદ વાળને ધોઈ લો. તે વાળ અને માથાની ત્વચાને પોષણ આપવાની પણ એક રીત છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.