જ્યોતિષ શાસ્ત્ર

મંગળવારના દિવસે કરો હનુમાનજીને પ્રસન્ન કરવા આ ઉપાય, ઊંઘતી કિસ્મત પણ જાગી જશે

હનુમાનજીને સંકટ મોચન દેવ માનવામાં આવે છે અને હનુમાનજી આપબના સૌના સંકટ દૂર પણ કરતા હોવાના ઘણા પુરાવા મળે છે, હનુમાનજીની પૂજા માટે શનિવાર અને મંગળવારનો દિવસ શુભ માનવામાં આવે છે, ભક્તો આ દિવસે તેમના મંદિરે જઈને તેલ અને સિંદૂર ચઢાવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ  થાય તેવું પણ ઇચ્છતા હોય છે, પરંતુ આજે અમે તમને મંગળવારના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવીશું ,જે ઉપાયો કરવાથી તમારું સૂતું ભાગ્ય પણ જાગી ઉઠશે, કિસ્મતના બંધ દરવાજા પણ ખુલી જશે.

Image Source

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારની સાંજે કેવડાનું અત્તર અથવા તો ગુલાબની માળા તેમના મંદિરે જઈને અર્પણ કરવી, આ ઉપાયથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા બને છે.

જો તમે પૈસાથીજોડાયેલી કોઈ સમસ્યામાં ફસાયેલા હોય તો મંગળવારની સાંજે હનુમાનજીની પૂજા કર્યા બાદ પ્રસાદમાં બૂંદીનો પ્રસાદ વહેંચવો તેનાથી પૈસાની સમસ્યા દૂર થશે.

જો તમને ખરાબ સપના આવતા હોય અથવા તો કોઈ પ્રકારનો ડર સતાવતો હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમના પગની પાસે ફટાકડી રાખી દેવી, તેમજ રાત્રે સુતા સમયે પણ તકિયા પાસે ફટકડી મૂકીને સુઈ જવું તેનાથી તમને ખરાબ સપના નહિ આવે નકારાત્મકતા પણ દૂર થશે.

Image Source

ઈચ્છાપૂર્તિ કરવા માટે મંગળવાના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તમારા જમણા હાથના અંગુઠાથી સિંદુર લઈને હનુમાનજીના મસ્તિસ્ક ઉપર ચાંદલો કરવો અને એજ સિંદૂર વાળા અંગુઠાથી માતા સીતાના ચરણોમાં પણ સ્પર્શ કરવો સાથે બે હાથ જોડી હનુમાનજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરવી, હનુમાનજી જરૂર પૂર્ણ કરશે. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો અને એક ઘીનો દીવો કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા પણ ખુબ જ શુભ માનવામાં આવે છે, તેનાથી દાદાની કૃપા બનેલી રહે છે અને સંકટ દૂર થાય છે.

Image Source

હનુમાન દાદાના મંદિરમાં મંગળવારે જઈને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરવો પણ ખુબ જ ફાયદાકરાક છે. તેનાથી તમારા બગડેલા કામ પણ સુધરી જશે. શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીની પ્રતિમા સામે બેસીને રામ નામનો જાપ કરવો આ ઉપાયથી જીવનમાં ઘણા જ ફાયદા થાય છે, હનુમાનજીની કૃપા પણ વરસતી રહે છે. અને અધૂરા કામ પણ પૂર્ણ થાય છે.

Image Source

મંગળવારની સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને વડાનું એક પાન તોડી હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવું અને ત્યાર બાદ સિંદૂરથી તેના ઉપર જાય શ્રી રામ લખવું અને એ પાન પોતાના પાકીટમાં રાખી દેવાથી પણ પૈસાની ખોટ રહેતી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.