જ્યોતિષ શાસ્ત્ર

સોપારીના ખાસ ઉપયોગથી બદલાઈ શકે છે કિસ્મત, ધન ધાન્યમાં થશે વૃદ્ધિ, જાણો તેના કારગર ઉપાયો

કોરોના મહામારીના કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે. ઘણા લોકોના નોકરી ધંધા પણ બંધ થઇ ગયા છે, અને આવકના ખાસ સ્ત્રોત્ર પણ તેમની પાસે રહ્યા નથી. ત્યારે આજે માણસો પોતાની આર્થિક સ્થિતિને સુધારવા માટે મહેનત કરવા માટે લાગી ગયા છે. પરંતુ આ મહેનતની સાથે જો કિસ્મત પણ તમારો સાથ આપે તો આ મુશ્કેલીમાંથી તમે જલ્દી જ બહાર આવી શકો છો. એ માટે અમે તમને જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર સોપારીના કેટલાક ખાસ ઉપાયો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે પણ તમારી આર્થિક સ્થિતિને બદલી શકશો.

Image Source

પૈસાની અછત કરે છે દૂર:
સોપારીનો ઉપયોગ ધનલાભ માટે પણ કરવામાં આવે છે. સોપારીને જો તિજોરીમાં રાખવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા પણ બનેલી રહે છે આ માટે તમારે એક સોપારી લઈને તેના ઉપર જનોઈ બાંધી દેવી, જેનાથી એ સોપારી ગૌરી ગણેશનું રૂપ બની જશે અને તે સોપારીને જે જગ્યાએ તિજોરીમાં તમે પૈસા મૂકી રાખો છો એ સ્થાન ઉપર મૂકી દેવી જેનાથી તમને પૈસાથી અછત પણ દૂર થશે.

Image Source

ધંધામાં કરે છે વૃદ્ધિ:
જો તમે પણ તમારા ધંધામાં બરકત ;લાવવા માંગતા હોય તો રવિવારના દિવસે પીપળાની પૂજા કરી તેનું એક પાન તોડી ઘરે લઇ આવવું. આ પાન ઉપર 1 રૂપિયાનો સિક્કો અને સિક્કા ઉપર સોપારી મૂકી દેવી. આ ત્રણેય વસ્તુઓને સાથે રાખી પોતાના ધંધાની જગ્યા ઉપર લઇ જઈ ત્યાંની તિજોરીમાં સ્થાપિત કરવી જેના કારણે તમારા ધંધામાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થઇ જશે અને ધંધામાં સારી વૃદ્ધિ પણ આવશે.

Image Source

જીવનમાં મળશે સફળતા:
જીવનમાં મળતી અસફળતાઓથી જો તમે હારી ગયા હોય તો સોપારીનો આ ઉપાય તમારા જીવનને સફળતાથી ભરી દેશે. તેના માટે તમારે ફક્ત સોપારી, નાગરવેલનું પાન, ઘી, નાડાછડી અને સિંદૂરની જરૂર છે. સૌ પ્રથમ ઘીની અંદર સિંદૂર ભેળવી દેવું અને તેનાથી પાન ઉપર સ્વસ્તિક બનાવી લેવો, સોપારી ઉપર નાડાછડી વીંટી લેવી અને એ સોપારીને પાન ઉપર રાખી તેની પૂજા કરવી, પૂજા કાર્ય બાદ એ પાનને સોપારી સહીત પૂજા ઘરમાં રાખી દેવું આ ઉપાયથી તમે સફળતાનાં નવા રસ્તાઓ ખુલવા લાગશે અને તમે સફળતા સુધી પહોંચી જશો.

Image Source

લગ્ન અને શુભ પ્રસંગો જલ્દી થશે:
તમારા ઘરમાં કોઈના લગ્ન અથવા તો કોઈ શુભ પ્રસંગોમાં વારંવાર અડચણો આવતી હોય અથવા તો લગ્ન ના થતા હોય તો એક ચાંદીની ડબ્બી ખરીદી તેની અંદર સોપારી રાખી લો, ત્યારબાદ એ ડબ્બીને પૂજા ઘરમાં રાખી દેવી જેના કારણે શુભ કર્યો આરંભાશે અને લગ્ન જેવા કાર્યો પણ વહેલા થશે.

Image Source

મુશ્કેલીઓ કરે છે દૂર:
જો તમારા કોઈ કાર્યમાં સતત અવરોધો આવતા હોય અને કોઈ કામ કરવા માટે જાઓ ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ત્યારે તમારા ખિસ્સાની અંદર સોપારી સાથે લવિંગ પણ રાખી લેવા જેના કારણે આ તકલીફોમાંથી છુટકારો મળશે અને તમારું કામ પણ વિઘ્ન વિના જ પૂર્ણ પણ થઇ જશે. તમારું કામ સફળતાથી પૂર્ણ થયા બાદ આ સપરી અને લવિંગને મંદિરની અંદર અર્પણ કરી દેવું.