જ્યોતિષ શાસ્ત્ર

શું તમે પણ ધનની તકલીફથી હેરાન થઇ રહ્યા છો? તો રાત્રે કરો 5 આ ઉપાય, દેવી લક્ષ્મીની અપરંપાર કૃપા વરસશે

આજના સમયમાં જો કોઈને સાથી મોટી તકલીફ હોય તો તે છે પૈસાની અછતની અને એટલે જ લોકો દિવસ રાત મહેનત અને પૈસા કમાવવા માટે દોડતા હોય છે છતાં પણ ઘણીવાર નિરાશા જ હાથ લાગે છે, ઘણીવાર ઘણું બધું કમાવવા છતાં ઘરમાં લક્ષ્મી ટકતી નથી, ત્યારે આપણને એમ થાય છે કે આત આટલું કમાતા હોવા છતાં પણ ક્યાં કારણથી ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો, ઘણા લોકો મહેનત કરતા હોપવા છતાં પણ એટલા ધનની પ્રાપ્તિ નથી કરી શકતા ત્યારે એવા લોકો માટે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે તમે કરશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહેશે.

Image Source

રાત્રે કરો મંદિરમાં દીવો:
ઘરની અંદર રહેલા મંદિરમાં રોજ રાત્રે દીવો કરો, જેના કારણે દેવી લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે, લક્ષ્મી દેવીની કૃપા મોટાભાગે રાત્રે જ વરસતી હોય છે અને જો રાત્રે તમે પણ તમારા પૂજા ઘરમાં કે મંદિરમાં દીવો પ્રગટાવી રાખો છો તો તમારા ઘરમાં પણ ધનની સમસ્યા દૂર થઇ જશે.

Image Source

બેડરૂમમાં કરો કપૂરનું ધૂપ:
ઘરમાં લક્ષ્મી ના આવવાનું કારણ ઘરમાં થતા પતિ પત્ની વચ્ચેનો ક્લેશ પણ છે અને જે ઘરમાં ક્લેશ હોય છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી. ક્લેશ પેદા થવાનું કારણ ઘરમાં વ્યાપેલી નકારાત્મક ઉર્જા છે, જો રોજ રાત્રે સુતા પહેલા બેડરૂમમાં કપૂરનું ધૂપ કરવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા બની રહે છે, ક્લેશ થતો નથી અને ઘરમાં લક્ષ્મીનો વાસ પણ થાય છે.

Image Source

ઘરના વડીલોના સુઈ ગયા બાદ સૂવું:
હંમેશા ઘરના વડીલો અને માતા-પિતાના સુઈ ગયા બાદ જ સુવાની ટેવ રાખવી જોઈએ જેના કારણે ઘરનું વાતાવરણ સ્વસ્થ બની રહે છે. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો પણ વાસ થાય છે.

Image Source

દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દિપક:
રાત્રે ઘરના દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પણ દિપક પ્રગાટાવવો જોઈએ જેનાથી પિતૃઓની કૃપા હરમાં બનેલી રહે છે. પિતૃઓની કૃપાના કારણે પણ ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.

Image Source

લક્ષ્મીજીનો સૂક્ત પાઠ:
રોજ રાત્રે સ્વસ્થ થઈને ઘીનો દિપક પ્રગાટાવી દેવી લક્ષ્મીજી સામે લક્ષ્મીજી સૂક્ત પાઠ કરવો અને ત્યારબાદ લક્ષ્મીજીને ફૂલ પણ અર્પણ કરવા, આમ કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.