ખબર

કોરોના વાયરસની દવા રેમડેસિવિરને લઇને WHOનું મોટુ નિવેદન, જાણો 

રેમડેસિવિર કામની છે કે નકામી? WHOએ કહી આ વિચિત્ર વાત, જાણીને ધ્રાસ્કો પડશે

દેશમાં કોરોનાની રફતાર વધતી જઇ રહી છે, તો બીજીબાજુ રેમડેસિવિર ઇંજેક્શનની માંગ પણ વધી રહી છે. એવું એટલા માટે કારણ કે રેમડેસિવિરને કોરોનાની સારવાર માનવામાં આવી રહી છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન WHO આ વાતને માનતુ નથી. WHOએ પહેલા પણ કોરોના દર્દીની સારવાાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, રેમડેસિવિરને લઈને 5 ટ્રાયલ થઈ ચૂક્યા છે. પરંતુ રેમડેસિવિરથી ન કોરોનાની દર્દી સાજા થયા ન તો મોતનો આંક ઘટ્યો છે. હજું પણ તેના ટ્રાયલ્સના પરિણામની રાહ જોવાઈ રહી છે. પરિણામ આવ્યે જ જાણી શકાશે કે આ સારવાર માટે ઉપયોગી છે કે કેમ.

પ્રતિકાત્મક તસવીર

ડો. સ્વામીનાથને વધુમાં ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પર રેમડેસિવિરના ટ્રાયલ કરવામાં આવ્યા હતા. પરંતુ આનાથી ન તો મોત ઓછા થયા ન દર્દી સાજા થયા. જો કે ગત વર્ષ WHOએ કોરોના વારયસના દર્દીઓ પર રેમડેસિવિરનો ઉપયોગ ન કરવાની ગાઈડલાઈન બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં રેમડેસિવિરની માંગ વધતા આ ઈન્જેક્શનની અછત પણ સર્જાઈ છે. મોટા ભાગના રાજ્યોમાં તેનો જથ્થો પુરો થઈ ગયો છે. આખરે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં દેશના કોરોના વાયરસના 1,68,912 નવા કેસ સામે આવ્યા છે અને 904 લોકોની મોત થઇ છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 12,01,009 થઇ ગયા છે. ત્યાં અત્યાર સુધી 1,21,56,529 લોકો ઠીક થઇ જાય છે. 1,70,179 લોકોની અત્યાર સુધી મોત થઇ છે.

દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 1,35,27,717 પર પહોંચી ગઇ છે. એક દિવસમાં 1.68 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા બાદ ભારત બ્રાઝિલને પછાડીને દુનિયાનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ બની ગયો છે.