વિશ્વભરમાં હજારો લોકો કોરોના વાયરસથી મરી રહ્યા છે, પરંતુ આ ખતરનાક વાયરસ સામે લડવાની ન તો કોઈ રસી છે કે ન તો કોઈ દવા. જોકે કેટલીક દવાઓ થોડી અસર ચોક્કસ કરી રહી છે. પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે કે ઇબોલાને નાબૂદ કરવા માટે બનાવવામાં આવેલી દવા કોરોના વાયરસના દર્દીઓને વધુ ઝડપથી ઇલાજ કરી રહી છે.

ગ્લિડ્સ સાયન્સિસ ઇનકોર્પોરેશનની દવા રેમડેસિવીર (Remdesivir) એવા દર્દીઓને ઝડપથી સ્વસ્થ કરી રહી છે કે જેઓ કોરોના વાયરસથી ગંભીર રીતે બીમાર નથી. હવે ભારતમાં આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, ભારતના સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ રેમડેસિવીરના વપરાશને લઈને પરવાનગી આપી દીધી છે. આ દવા કોરોનાના એવા દર્દીઓને આપવામાં આવશે કે જેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે, જેમાં વૃદ્ધો અને બાળકો પણ સામેલ છે. હાલ આ દવાનો વપરાશ માત્ર 5 દિવસો માટે જ કરવામાં આવશે.

આ દવાની અલગ-અલગ ટ્રાયલ ચાલી રહી છે. જેના ફોઝ થ્રીના પરિણામો અનુસાર આ દવાના વપરાશથી 65 ટકા દર્દીઓમાં 11મા દિવસે સારી હાલત જોવા મળી. આ દવાને કારણે કોરોના દર્દીઓ 31 ટકા વધુ ઝડપથી સ્વસ્થ થઇ રહયા છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડો. એન્થોની ફોસીએ પણ આ દવાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે યુ.એસ., યુરોપ અને એશિયામાં 68 સ્થળોએ 1063 લોકો પર ડ્રગ રેમડેસિવીરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે આ દવા કોરોના દર્દીઓને વધુ ઝડપથી ઇલાજ કરી શકે છે. વાયરસને ઝડપથી રોકી શકે છે.

રેમડેસિવીર નામની દવા ઇબોલાની રસી તરીકે બનાવવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે આનાથી કોઈપણ પ્રકારના વાયરસને મારી શકાય છે. અગાઉ, અમેરિકાના શિકાગો શહેરમાં રેમડેસિવીર કોરોનાથી ગંભીર રીતે બીમાર 125 લોકોને આપવામાં આવ્યું હતું, જેમાંથી 123 લોકો સાજા થયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.