ભારતીય રેલવે એશિયાની બીજાં નંબરનું અને વિશ્વના ચોથા નંબરનું સૌથી મોટું સરકારી નેટવર્ક છે. ભારતમાં રેલવે સ્ટેશનની સંખ્યા આશરે 8 હજારથી પણ વધુ છે. તો બીજી તરફ આજે ઘણા લોકો રેલવેમાં નોકરી મેળવવા માટે પરીક્ષા આપતા હોય છે. આ તો થઇ સામાન્ય વાત તો પરંતુ શું તમને મનમાં કયારે પણ વિચાર આવ્યો છે કે સ્ટેશનના નામના બોર્ડમાં સમુદ્ર તટથી ઊંચાઈ એવું લખેલું હોય છે. તેની પાછળનું કારણ શું છે.
બધા સ્ટેશન પર પીળા કલરના બોર્ડમાં સ્ટેશનનું નામ લખેલું હોય છે. તેના નીચેના ભાગમાં જો તમે ધ્યાનથી વાંચ્યું હોય તો સમુદ્ર તટથી ઊંચાઈ એવું પણ લખેલું હોય છે. આ સમુદ્ર તટની ઊંચાઈથી મુસાફરોને કોઈ લાભ થતો નથી. પરંતુ ડ્રાઈવરને ચોક્કસ લાભ થાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે, પૃથ્વી ગોળ છે. તેથી તેને માપવા માટે વૈજ્ઞાનિકોને આ તટની જરૂર પડે છે.આ તટનું માપ એકસરખું હોય છે. તેથી વૈજ્ઞાનિકોએ સમુદ્ર તટનો ઉપયોગ કર્યો હતો. પરંતુ રેલવે સ્ટેશન પર લગાડવાનું કારણ કંઈક અલગ જ છે. રેલવે સ્ટેશનના બોર્ડમાં લખવામાં આવતું સમુદ્ર તટથી ઊંચાઈએ લખવાં પાછળનું કારણ ડ્રાઈવરને ફાયદો થાય છે.
સામાન્ય રીતે ટ્રેન 200 થી 300 મીટર ઢાલ પર જાય ત્યારે ત્યારે કેટલા પ્રમાણમાં એન્જીનને પાવર આપવું તેની માહિતી ડ્રાઈવર પાસે જ હોય છે.

તો બીજી તરફ કોઈ પણ પ્રકારના ઢાળ ઉપરથી ઉતારતી વખતે ડ્રાઈવરને એંટલો પણ ખ્યાલ હોવો જોઈએ કે કેટલી બ્રેક મારવી. તે માહિતી માટે સમુદ્ર તટ પર ઊંચાઈ એવું લખવામાં આવે છે. ટ્રેન ઉપર લગાવવામાં આવેલા તારને પણ માપવાં માટે સમુદ્ર તટની ઊંચાઈનો ઉપયોગ થાય છે. જેનાથી તાર ટ્રેનની હરોળમાં રહે છે. જણાવી દઈએ કે રેલવેની પરીક્ષામાં પણ આ પ્રકારના સવાલ પૂછવામાં આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks