ખબર

લોકડાઉનમાં આ રાજ્યમાં થયો મોટો ધડાકો…1 જૂનથી ખુલશે ધાર્મિક સ્થળ- જાણો વિગત

કોરોના વાયરસના કારણે દેશભરમાં લગાવવામાં આવેકળા લોકડાઉનનો ચોથો તબક્કો પણ હવે પૂર્ણ થવા આવ્યો છે, આ લોકડાઉનમાં કેટલીક છૂટછાટ જરૂર મળી છે પરંતુ ધાર્મિક સ્થળો અને શાળા કોલેજો હજુ બંધ જ છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની વાત કરવામાં આવી છે.

Image Source

શુક્રવારના રોજ જિલ્લા પ્રશાશન અધિકારીઓ સાથે મમતા બેનર્જી દ્વારા મિટિંગ કરવામાં આવી, કોરોના સામેની લડાઈ અને લોકડાઉનના આગળના ચરણ વિશેની ચર્ચાઓ આ મિટિંગની અંદર કરવામાં આવી હતી. આજ મિટિંગની અંદર મમતા બેનર્જીએ કહ્યું કે 1 જૂનથી ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી આપવામાં આવશે, પરંતુ એક સાથે 10 લોકોથી વધારે લોકોને ભેગા થવાની અનુમતિ નહીં આપવામાં આવે.

મમતા બેનર્જી દ્વારા એ પણ સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું કે મંદિર/મસ્જિદ ખોલવાનો એ મતલબ પણ નથી કે ત્યાં ભીડ ભેગી થાય. આ આદેશ 1 જૂનથી લાગુ કરવામાં આવશે અને તેમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ સમેત તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની અનુમતિ હશે. જેમાં વધારેમાં વધારે 10 લોકો જ ભેગા થઇ શકશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.