મોટી ખુશખબરી: ખાદ્ય તેલ સસ્તું થતા ગુજરાતની ગૃહિણીઓને મોટી રાહત, જલ્દી વાંચો નવો ભાવ

તેલનો નવો ભાવ વાંચીને ડબ્બો લેવા દોડશો, આવી જ ગઈ આખરે ખુશખબરી….

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારી દરેક ક્ષેત્રમાં વધી રહી છે. ત્યારે સામાન્ય માણસના ખિસ્સાનો ભાર પણ વધવા લાગ્યો. એવામાં હવે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ઘહેતાડો થવાના કારણે ગૃહિણીમાં પણ હળવાશ જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયથી ખાદ્યતેલના ભાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેના બાદ આ ભાવ ઘટાડાએ સામાન્ય માણસ માટે રાહતના સમાચાર આપ્યા છે.

ઘણા લાંબા સમય બાદ હવે સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે શનિવારના રોજ કપાસિયા તેલના ડબ્બા દીઠ 200 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો સાથે જ સીંગતેલ અને પામોલીન તેલમાં પણ ડબ્બે 100 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત સનફ્લાવર તેલના ડબ્બામાં પણ ડબ્બા દીઠ 400 રૂપિયાનો ઘટાડો થયો છે.

ખાદ્યતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનું અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે. હાલ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2250 રૂપિયાએ પહોંચ્યો છે, તો સીંગતેલના ભાવ 2600 રૂપિયા પ્રતિ ડબ્બાના થઇ ગયા છે. રાજ્યમાં કપાસનું મબલક ઉત્પાદન થયું હોવાના કારણે કપાસિયા તેલમાં સારો એવો ભાવ ઘટાડો જોવા મળ્યો છે.

જયારે મગફળીની આવક ઓછી હોવાના કારણે મગફળીના તેલમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.ત્યારે મોંઘવારીના ભાર નીચે દબાયેલી જનતાને તેલના ભાવમાં થયેલો આ મોટો ઘટાડો રાહતના સમાચાર લઈને આવ્યો છે. આ ભાવ ઘટાડાના કારણે ગૃહિણીઓમાં પણ હળવાશ જોવા મળી રહી છે.

Niraj Patel