રિલાયન્સની દરિયાદિલી આવી સામે: ટાટા કંપની બાદ હવે રિલાયન્સે પણ પોતાના કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત,કર્મચારી માટે ખોલી તિજોરી

સમગ્ર દેશની અંદર કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે ટાટા કંપની દ્વારા કોરોનાથી મૃત્યુ પ્માણેએ કર્મચારીઓ માટે એક સુંદર જાહેરાત કરવામાં આવી હતી જેના બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ પોતાના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

રિલાયન્સ દ્વારા કોરોનાના કારણે જીવ ગુમાવનાર કર્મચારીઓના પરિવાર વાળાને આવતા 5 વર્ષ સુધી પગાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મૃતકના બાળકોના અભ્યાસનો બધો જ ખર્ચ પણ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમને અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ એક નિવેદન જાહેર કરીને “રિલાયન્સ ફેમેલી સપોર્ટ એન્ડ વેલ્ફેર સ્કીમ”ની જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે “કોરોના મહામારી ઇતિહાસમાં સૌથી ભયાનક અનુભવ લઈને આપણી સામે આવી છે. આપણામાંથી કેટલાક લોકો મહામારીના કારણે એક ખરાબ સમયનો સામનો કરી રહ્યા છીએ. એવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પુરી તાકાત સાથે બીમાર અને જીવ ગુમાવનાર કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે ઉભી છે.”

રિલાયન્સ ફેમેલી સપોર્ટ અને વેલ્ફેર સ્કીમપ્રમાણે કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારને આવતા 5 વર્ષ સુધી પગાર મળશે. પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની એક નક્કી આર્થિક મદદ મળશે. મૃતક પરિવારના બાળકોને ગ્રેજ્યુએશન સુધીનો ખર્ચ કંપની ઉઠાવશે. આવા બાળકોને દેશની કોઈપણ સંસ્થામાં શિક્ષણ ફી, છત્રાવાસ, આવાસ અને સ્નાતક ડિગ્રી સુધીના પુસ્તક ખર્ચની 100 ટકા ચુકવણી કરવામાં આવશે.

આ ઉપરાંત કંપની બાળકોના ગ્રેજ્યુએટ થવા ઉપર પતિ અથવા પત્ની, માતા પિતા અને બાળકો માટે હોસ્પિટલમાં ભરતી થવા માટે પ્રિમિયમની 100 ટકા ચુકવણીનું વાહન પણ કરશે. જે કર્મચારી કોરોના સંક્રમિત છે અને તેમના પરિવારનું કોઈ સદસ્ય કોરોનાની ચપેટમાં છે તો તે શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ રીતે ઠીક થવા સુધી કોવિડ 19 લિવ લઇ શકે છે.

Niraj Patel