ખબર

વોડાફોન IDEA પછી હવે Jioના ગ્રાહકોને પણ રોવાનો વારો આવ્યો, Jioના ગ્રાહકોને હવે દુઃખનો પાર નથી- જાણો વિગત

એરટેલ અને વોડાફોન-આઈડિયા બાદ હવે રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે પણ વાત કરવું મોંઘુ થઇ જશે. રિલાયન્સ જિયોએ પણ પોતાના ટેરિફ વધારવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે આગામી કેટલાક સપ્તાહમાં મોબાઈલ સેવાઓના દરમાં વધારો કરશે.

Image Source

આ વાતની જાહેરાત કરતા જિયોએ એમ પણ કહ્યું કે બીજા ઓપરેટર્સની જેમ જ અમે પણ સરકાર સાથે કામ કરીશું અને રેગ્યુલેટરી રિજિમને મજબૂત કરીશું જેથી ભારતીય ગ્રાહકોના ફાયદાઓ માટે ઇન્ડસ્ટ્રી મજબૂત બની શકે. જો કે કંપનીએ પોતાના નિવેદનમાં એ નથી જણાવ્યું કે કયા પ્લાનમાં કેટલા રૂપિયા વધારવામાં આવશે. પરંતુ જલ્દી જ એ વાતનો ખુલાસો કરવાની વાત કહી છે.

Image Source

આ પહેલા જ એરટેલ અને વોડાફોન-આઈડિયાએ 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કેટલો વધારો કરવામાં આવશે એ વાત હજુ સુધી સ્પષ્ટ નથી કરી. વધારવામાં આવેલા આ દરો પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પર જ લાગુ થશે. ટેલિકોમ કંપનીઓનો આ નિર્ણય સામાન્ય ગ્રાહકો પર ભારે પડી શકે છે, જયારે જિયોએ કહ્યું છે કે એ દરમાં વૃદ્ધિ કરશે જેથી ડેટાના ગ્રાહકો પર પ્રતિકૂળ અસર ન પડે.

Image Source

જણાવી દઈએ કે હાલમાં જ રિલાયન્ડ જિયોએ વોઇસ કોલિંગમાં ચાર્જ લગાવ્યા છે. રિલાયન્સે એક મિનિટપર છ પૈસા લગાવ્યા છે. કંપનીઓના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના ભારે ભરખમ લેણાં બાદ આ નિર્ણય સામે આવ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.