ખબર

Jio એ ફરીથી કરોડો ગ્રાહકોને આપ્યો જોરદાર ઝટકો, જાણો પૂરો મામલો

રિલાયન્સ Jioએ IUC ચાર્જ લગાવ્યા પછી ફરી એક વખત પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. IUC ચાર્જવાળા પ્લાન રજૂ થયા બાદ જ કંપનીએ 19 અને 52 રૂપિયાના રિચાર્જ પેક બંધ કર્યા છે. કરોડો Jio યુઝર્સ આ પેક્સનો ઉપયોગ કરતા હતા. Jioએ 10 ઓક્ટોબરના રોજ ભારતીય બજારમાં આઈયુસીના ચાર પેક લોન્ચ કર્યા હતા. જે યુઝર્સ અન્ય નેટવર્ક પર વધુ કોલ કરે છે, તેઓ આ પેક્સને રિચાર્જ કરાવી શકશે. આ ઉપરાંત ગ્રાહકોને આ પ્લાનમાં એક્સ્ટ્રા ડેટા પણ મળશે.

Image Source

જણાવી દઈએ કે ગ્રાહકો 19 રૂપિયાના રિચાર્જ પેકમાં એક દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને 150 એમબી ડેટા મળતો હતો. આ સાથે 20 એસએમએસની સુવિધા પણ મળતી હતી. તો બીજી બાજુ, 52 રૂપિયાના રિચાર્જ પેકમાં ગ્રાહકોને 7 દિવસની વેલિડિટી, 1.05 જીબી ડેટા, 70 એસએમએસ અને અનલિમિટેડ કોલ્સ આપવામાં આવતું હતું.

19 અને 52 રૂપિયાના રિચાર્જ પેક બંધ થવાનો અર્થ એ થયો કે હવે Jio યુઝર્સ માટે કોમ્બો પ્લાન 98 રૂપિયાથી શરૂ થશે. 98 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી આપે છે. રિલાયન્સ હાલમાં જ IUCની ટોપ અપ યોજનાઓ લાવ્યું છે.

Image Source

યુઝર્સ માટે હવે 10 થી 1000 રૂપિયા સુધીની IUC ચાર્જ પેક ઉપલબ્ધ છે. IUC ટોપ-અપ એટલે કે તમે અન્ય નેટવર્ક પર વાત કરી શકો. IUC ટોપ અપ્સ કરાવીને તમે અન્ય નેટવર્ક્સ જેમ કે એરટેલ, વોડાફોન, આઈડિયા પર વાત કરી શકો છો અને તમારું કોઈ વધારાનું બિલ નહિ આવે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રિલાયન્સ 2020 સુધીમાં બંને રિચાર્જ પ્લાન્સ ફરીથી લોન્ચ કરશે. આ સાથે જ, ટ્રાઇ 1 જાન્યુઆરી 2020થી IUC હટાવી શકે છે. અત્યારે ટ્રાઇએ IUC સંબંધિત કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

Image Source

IUCને ઇંટરકનેક્ટ વપરાશ ચાર્જ કહેવામાં આવે છે. અન્ય નેટવર્ક્સ પર ટ્રાઇ દ્વારા કરવામાં આવતા કોલ્સના બદલામાં કંપનીઓ માટે IUC ચાર્જ પ્રતિ મિનિટ 6 પૈસા નક્કી કરવામાં આવ્યો છે. આ ચાર્જ આઉટગોઇંગ કોલ કરવાવાળા ઓપરેટરને કોલ રિસીવ કરનાર ઓપરેટરને આપવો પડે છે. થોડા દિવસો પહેલા Jioએ આ આઈયુસી ચાર્જ ગ્રાહકો પર શિફ્ટ કર્યો હતો. આ ચાર્જથી બચવા માટે, હવે IUC ટોપ અપ્સ બજારમાં આવી ગયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.