ખબર

રિલાયન્સ જિયોએ આપ્યો ફરી મોટો ઝાટકો, ગ્રાહકોને દુઃખનો પાર નથી…જો ફૂલ ટોક ટાઈમ કરાવશો તો…

વર્ષ 2016માં રિલાયન્સ જીઓએ દેશમાંબધી ટેલિફોનિક કંપનીને ચોંકાવી દીધા હતા. લોકો માટે ફ્રી કોલિંગ અને સસ્તા ડેટા પ્લાન લોન્ચ કર્યા હતા. કંપનીએ તેની કોમર્શિયલ શરૂઆતના લગભગ 3 વર્ષ સુધી આ સુવિધા ચાલુ રાખી હતી.

Image Source

પરંતુ ઓક્ટોબર 2019માં કંપણીઆએ આઈયુસીનો હવાલો આપીને ગ્રાહકોને અન્ય નેટવર્ક પર મળનારી ફ્રી કોલિંગની સુવિધા બંધ કરી દીધી હતી. કંપનીએ આઈયુસી ચાર્જનું કારણ જણાવી પોતાના નેટવર્ક પર એટલે કે જીઓથી જીઓ ફ્રી કોલિંગ સુવિધા ચાલુ રાખી હતી.

તો બીજા નેટવર્કપર કોલિંગના 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લગાવ્યો હતો. ટેલિકોમ કંપનીના આ ફેંસલાનો લોકોએ વિરોધ કર્યો હતો. કંપની આ ચાર્જના બદલામાં ડેટા આપી રહી છે. પરંતુ હાલમાં જ કંપનીએ ફૂલ ટોક ટાઇમનો બેનિફિટ બંધ કરી દીધો છે.

Image Source

પહેલા કંપની દ્વારા ગ્રાહકોને 10 થી લઈને 1000 હાજર રૂપિયા સુંઢિયાના રિચાર્જ પર ફૂલ ટોક ટાઈમ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઈયુસી ચાર્જ કરવામાં આવતા કંપનીએ ફૂલ ટોક ટાઈમની સુવિધા બંધ કરી દીધી છે.

10 રૂપિયાના ટોક ટાઈમ રિચાર્જ પર 7.47 રૂપિયાનો ટોકટાઈમ, 20 રૂપિયામાં 14.95નો ટોક ટાઈમ, 50 રૂપિયાના રિચાર્જ પર 39.37, 100 રૂપિયામાં 81.75, 500 રૂપિયામાં 420.73 અને 1000માં 844.46 ટોકટાઈમ મળે છે.

Image Source

તો આઈયુસી પ્લાનમાં કંપનીએ 4 પ્લાન રજૂ કર્યા છે. 10 રૂપિયામાં 124 મિનિટ નોન યુઝ જિયો અને 1 જીબી ડેટા આપવામાં આવશે. 20 રૂપિયામાં 249 મિનિટ નોન યુઝ જિયો અને 2 જીબી ડેટા આપવામાં આવશે. 50 રૂપિયામાં 656 મિનિટ નોન યુઝ જિયો અને 5 જીબી ડેટા આપવામાં આવશે. 100 રૂપિયામાં 1362 મિનિટ નોન યુઝ જિયો અને 10 જીબી ડેટા આપવામાં આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.