ખબર

ખુશખબર: જિયોના આ ગ્રાહકોને નહી કરાવવુ પડે IUC રિચાર્જ, મફતમાં વાત કરવી હોય તો આ એક વાત જાણો

દિવાળી નજીક આવવા જઈ રહી છે ત્યારે જિઓ કંપની દ્વારા ગ્રાહકોને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જિઓ માર્કેટમાં આવ્યા બાદ એ પહેલી વખત આઉટગોઈંગ કોલ માટે પણ આવતીકાલથી ચાર્જ લેવા જઈ રહી છે. આખો દેશને ફ્રી કોલની સેવાનો લાભ મળવા લાગ્યો હતો. પરંતુ હવે આ ફ્રી કોલ આવતીકાલથી બંધ થવા જઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જિઓએ આવતી કાલથી આઉટગોઈંગ કોલ માટે ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. જિઓના ગ્રાહકો જો જિઓ સિવાયના અન્ય નંબર ઉપર ફોન કરશે તો તેમને પ્રતિ મિનિટ 6 પૈસા હવેથી ચાર્જ ચૂકવવો પડશે.
અત્યાર સુધી જિઓ ઉપભોક્તાઓ કોઈપણ કંપનીના વપરાશકર્તા સાથે મફતમાં વાત કરી શકતાં હતાં. પરંતુ હવેથી એક મિનિટ માટે 6 પૈસા ચૂકવવાના રહશે. જિઓ નંબરથી બીજા કોઈ જિઓ ના ઉપભોક્તા સાથે વાત કરવામાં કોઈ વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે.

તમને જણાવી દઈએ કે એક ટેલિકોમ કંપનીના ફોન ઉપર બીજા ટેલિકોમ કંપનીનો ફોન આવે ત્યારે તમને IUC ચાર્જ ચૂકવવાનો રહે છે. જે અત્યાર સુધી જિઓ કંપની આપણા માથે નહોતી નાખતી. પરંતુ હવે એ ચાર્જ ગ્રાહક દ્વારા ભરવાનો રહશે.આ સાથે જિઓ દ્વારા બીજી કંપનીના ફોન નંબર સાથે વાત કરવા માટે કેટલાક પ્લાન પણ બહાર પાડ્યા છે. રૂપિયા 10 ના રિચાર્જ પર તમને 124 મિનિટ તથા 1 જીબી ડેટા ફ્રીમાં મળશે.
નવી અપડેટ અનુસાર Reliance Jio તરફથી કહેવામાં આવ્યુ કે, Jio થી Jio ના નેટવર્ક પર હંમેશા કૉલિંગ ફ્રી રહેશે. પણ તમને જણાવી દઇએ કે જે લોકોએ પહેલાથી રિચાર્જ કરાવ્યુ છે અને જે લોકોની વેલિડિટી બાકી છે તેવા લોકોને બીજા નેટવર્ક પર કૉલિંગ કરવા માટે પૈસા આપવા પડશે નહી. હવે તમને ડિટેઈલમાં જણાવીએ

Example આ ફોટોમાં જે પ્લાન દર્શાવામાં આવ્યો છે તેની વેલિડિટી 26 ડિસેમ્બર સુધી છે એટલે કે 26 ડિસેમ્બર સુધી તમારે IUC ચાર્જ નહી આપવો પડે. પરંતુ જો તમે બીજી કંપનીના નેટવર્ક પર 26 ડિસેમ્બર 2019 સુધી ફ્રીમાં વાત કરી શકશો. બીજા શબ્દોમાં કહીએ જે લોકો 10 ઓક્ટોબર અથવા તેના પછી રિચાર્જ કરાવશો તો તેમણે IUC ચાર્જ આપવાનો રહેશે.

જે લોકોને હાલના પ્લાનમાં વેલિડિટી બાકી છે, તો તેમની પાસે IUC ચાર્જ નહી લાગે એટલે કે તેઓ હજુ પણ બીજી કંપની નેટવર્ક પર ફ્રીમાં વાત કરી શકાશે. અત્યારે IUC ટૉપ-અપ માત્ર ગ્રાહકોને કરાવવું જરૂરી છે જેમના પ્લાનની વેલિડિટી ખત્મ થઇ ગઇ હોય.જો તમે Reliance Jio ગ્રાહક છે અને IUC ટૉપ-અપ કરવાનું પ્લાન કરી રહ્યા છો તો તમે My Jio App પર જઇને પ્લાનની વેલિડિટી ચેક કરો. સપોઝ તમારા પ્લાનની વેલિડિટી હજુ પણ બાકી છે તો તમારે IUC ચાર્જ કરાવવું નહી પડે. તમે તદ્દન મફતમાં વાત કરી શકશો. તો બીજી તરફ જે યુઝરની વેલિડિટી આજે ખત્મ થઇ જશે તેમણે IUC ટૉપ અપ કરાવવુ પડશે બાકી પૈસા કાપશે .

આર્ટિકલ આગળ શેર અવશ્ય કરજો..!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App