ખબર

વર્ષ 2021ની સૌથી પહેલી ખુશખબર: મુકેશ અંબાણીના આ પગલાથી જીઓના ગ્રાહકો ઝૂમી ઉઠયા

વર્ષ 2020નું વર્ષ ભલે ખરાબ રહ્યું હોય પરંતુ વર્ષના છેલ્લા દિવસોએ એક ખુશખબરી સામે આવી છે. વર્ષના છેલ્લા દિવસે રિલાયન્સ જીયોના ગ્રાહકોને સૌથી મોટી ભેટ આપી છે.રિલાયન્સ જીયોએ 1 જાન્યુઆરી 2021થી તમામ નેટવર્ક પર લોકલ વોઇસ કોલ્સ ફ્રી કરવામાં આવશે. જીઓએ આખા ભારતમાં એક-બીજાથી કનેક્ટ રાખવામાં અગ્રેસર ફાળો છે.

Image source

આ લાભ દેશભરના જિયો યુઝર્સ લઈ શકશે અને આ સુવિધા તમામ નેટવર્ક માટે લાગુ થશે. કંપનીએ આ પગલું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના દિશાનિર્દેશના આધાર પર ઉઠાવ્યું છે. નોધનીય છે કે, થોડા મહિનાઓ પહેલાં જિયોના જિયોથી અન્ય નંબર પર લોકલ કોલ્સ માટે પૈસા ચૂકવવા પડતા હતા. જો તમારી પાસે 20 રૂપિયાના પ્લાનમાં 10 IUC મિનિટ્સ છે તો આ લિમિટ પૂરી થઈ ગયા બાદ તમે અન્ય યુઝર્સને કોલ કરી શકતા નથી.

Image source

હાલમાં જ જિયોએ લેટેસ્ટ હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ કુલ 4 પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં પ્રતિ દિવસ 1GB ડેટાનો 1 પ્લાન, 2 પ્લાન પ્રતિ દિવસ 1.5GB ડેટાના અને એક પ્લાનમાં 30 દિવસ માટે કુલ 2GB ડેટા મળે છે. આ પ્લાન માટે કંપનીએ દાવો કર્યો છે કે કોમ્પિટિટરની સરખામણીએ આ પ્લાન સૌથી સસ્તાં છે. આ પ્લાનની પ્રારંભિક કિંમત 129 રૂપિયા છે. 1 જાન્યુઆરી, 2021થી જિયો યુઝર્સ માટે તમામ લોકલ નેટવર્ક કોલ ફ્રી થશે.