રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ૪૨ આમ બેઠકમાં મુકેશ અંબાનીએ કેટલીક મોટી ધર્ષણાંઓ કરી છે. તેમને મહત્વના ૯ નિર્ણયો લીધા છે. જાહેર જનતાને આ નિર્ણયથી લાભ મળશે અને તેમું જીવન સરળ થશે. આ નિર્ણયોમાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખના વિકાસ વિશેની વાત પણ ઉચ્ચારી હતી.

તો ચાલો જાણીએ આ ૯ મહત્વના નિર્ણયો.
૧. મુકેશ આંબાનીએ Jio Gigafiber પ્રીમિયમ સર્વિસનું એલાન કર્યું છે. આ સર્વિસમાં ગ્રહક ધરે બેઠા રિલીઝ થવાની સાથે જ ફિલ્મ જોઈ શકશો. આ “સર્વિસને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો”નું નામ આવવામાં આવ્યું છે. આ સર્વિસ ૨૦૨૦માં લોન્ચ થશે.

૨. મુકેશ અંબાનીએ ફાયબર સર્વિસનું એલાન કર્યું છે. ૫ સપ્ટેમ્બરથી શરુ થશે. જિયો ફાયબરનો પ્લાન ૧૦૦ mbps થી શરૂ થશે. આ જોયા ફાઈબરની સર્વિસ માટે ગ્રહકોએ ૭૦૦રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયાનો ચાર્જ આપવો પડશે. આ સર્વિસના દરેક પ્લેનમાં આજીવન કોલ ફીમાં મળશે.
૩. જિયો ફાયબરના વેલકમ ઓફેરમાં ગ્રહકોને HD અને 4K TV સાથે 4K સેટ ટોપ બોક્સ ફ્રી આપવામાં આવશે. રિલાયન્સની આ સર્વિસની વડે તમે ઘરે બેઠા-બેઠા સેટ ટોપ બોક્સની મદદથી વિડીયો કોલ કરી શકાશે.
૪. મુકેશ અંબાની મુક્ત ઈન્ટરનેટ, નેટવર્ક કનેક્ટિવિટી આપવાની વાત કરી છે. તેમને જણાવું કે રિલાયન્સ જિયો આ કનેક્ટિવિટી અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરો ખર્ચ ઉપાડશે.
૫. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાનીએ પુલવામાં આતંકી હમલામાં શાહિદ થયેલ જવાનોના છોકરાઓનો ભણતરનો પૂરો ખર્ચ ઉઠાવવાનું એલાન કર્યું છે.
૬. આર્ટિકલ ૩૭૦ના રદ થયા બાદ જમ્મુ-કશ્મીર અને લદાખમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશ કરશે.

૭. રિલાયન્સ જિયોના સેટ-ટોપ-બોક્સમાં મિક્સ્ડ રિએલિટી (MR) સર્વિસનો લાભ પણ ગ્રાહકને મળશે. mr માં શોપિંગ, ભણતર અને ફિલ્મો જેવી વસ્તુઓનો સમાવેશ કર્યો છે.
8. રિલાયન્સ તરફથી જિયો ઇન્સ્ટટયુશન વિશે પણ જણાવામાં આવ્યું છે. ત્યાં ઉચ્ચ શિક્ષણ, રમતગમત, રિસર્ચ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
Image Source9. નાના દુકાનદારો માટે રિલાયન્સ જિયો મર્ચન્ટ ઓફ સેલ સોલ્યુશન લોન્ચ કરવામાં આવશે. અહીં યુઝર ફ્રેડલી પ્લેટફોર્મ હશે અને આનાથી નાના કરિયાણાની દુકાનવાળા મોર્ડન બનશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks