ખબર

નીતા અંબાણીની જાહેરાત: કોરોના મહામારીમાં રિલાયન્સે શરૂ કરી આ મહાન સેવા, 3 કરોડ લોકોને મળશે લાભ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ફાઉન્ડેશન ગરીબોને ભોજન પૂરું પાડવા માટે ‘મિશન અન્ન સેવા’ યોજના હેઠળ 3 કરોડ થાળી સેવા આપવાનું લક્ષ્ય ધરાવે છે. આ સાથે કહ્યું હતું કે, કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવતી આ તેની પ્રકારની સૌથી મોટી યોજના છે.

Image Source

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક કાર્યની દેખરેખ રાખતી રિલાયન્સ ફાઉન્ડેશને કોરોનાની કટોકટીમાં ગરીબોને નિ: શુલ્ક ખોરાક આપવાનો, દેશની પ્રથમ કોરોના હોસ્પિટલ બનાવવાનો અને સલામતીના જરૂરી સાધનો પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી જોડાયેલી સમાજ કલ્યાણના કામ કરતી રિલાયન્સ ફાઉન્ડેશન અત્યાર સુધી 16 રાજ્યમાં 1 કેન્દ્રસાશિત પ્રદેશથી 68 જિલ્લામાં 2 કરોડથી વધુ લોકો ભોજન વિતરણ કરી ચુક્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સને કહ્યું હતું કે, દુનિયા હાલ કોરોના જેવી મહામારીસામે લડી રહી છે. જે લોકો રોજ કમાઈને પેટ ભરે છે. તે લોકો માટે દિલ ભરાઈ આવે છે.

વધુમાં કહ્યું હતું કે, ‘તેઓ પણ આપણા પરિવારનાસભ્ય છે. આ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મિશન ફૂડ સર્વિસ શરૂ કરવામાં આવ્યું છે. જરૂરીયાતમંદ ભારતીયોને ખોરાક આપવાનો અમારો સંકલ્પ છે. આપણી સંસ્કૃતિમાં અન્ન દાનને મહા દાન કહેવામાં આવે છે.

Image Source

આ ‘મિશન અન્ન સેવા’ હેઠળ જુનિયર મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મી અને સુરક્ષાબળોના જવાનોને પણ ભોજન આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ રિલાયન્સ ફાઉન્ડેશન ફૂડ-ટોકનનું વિતરણ પણ કરી રહી છે. જે રિલાયન્સ રિટેલ આઉટલેટ્સ જેવા કે રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ સ્માર્ટ સુપરસ્ટાર, રિલાયન્સ સ્માર્ટ પોઇન્ટ ઉપયોગ કરી શકાય છે. રિલાયન્સ ફાઉન્ડેશનનો સંપૂર્ણ સ્ટાફ અને રિલાયન્સ પરિવાર મિશન પર એક સાથે કામ કરી રહ્યું છે. જેથી ખાતરી કરી શકાય કે, લોકડાઉન સમયગાળા દરમિયાન કોઈ પણ ભારતીયો ભૂખે મરશે નહીં.

જણાવી દઈએ કે, રિલાયન્સ દ્વારા કોરોના જેવી મહામારી સામે લડવા માટે 535 કરોડ રૂપિયાની મદદ ની મદદ કરી શકાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.