દુનિયાભરમાં કોરોનાનો સંકટ ઘેરાયેલો છે, જેના કારણે નાના મોટા તમામ કામધંધાઓ બંધ છે સાથે ઉદ્યોગો પણ બંધ છે. આ સમય દરમિયાન ઘણી કંપનીઓ પોતના કર્મચારીઓને પગાર નથી આપી રહી તો ઘણી કંપનીઓએ કર્મચારીઓના પગારમાં કાપ મુક્યો છે, ત્યારે એ પણ જણાવું જોઈએ કે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ દ્વારા તેમના કર્મચારીના પગારમાં કેટલો કાપ મુક્યો છે.

રિલાયન્સ કંપનીએ પણ પોતાના કર્મચારીઓના પગારમાં કપટ કરવાની જાહેરાત કરી છે, આ કપાત તેલ અને ગેસ ડિવિઝનમાં કામ કરનાર લોકો માટે હશે, અને તેને 1 એપ્રિલથી જ લાગુ કરવામાં આવશે.
રિલાયન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારીએ ભારત સાથે દુનિયાને પણ એક ભયંકર ટક્કર આપી છે, દેશની મોટાભગની સોસાયટી અને ઇન્ડ્રસ્ટ્રીઝ અને ધંધાઓ પ્રભાવિત થયા છે, અને રિલાયન્સ પણ તેમાં કોઈ અપવાદ નથી.

રિલાયન્સ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે રિલાયન્સ ગ્રુપના ચેરમને મુકેશ અંબાણી પણ આ સમય દરમિયાન પોતાનો પગાર નહિ લે. સાથે જ બોર્ડ ડાયરેકટર, એક્ઝિક્યુટિવ ડાયરેકટર અને સિનિયર અધિકારીઓ પણ પોતાના પગારમાં 30 થી 50 ટકા સુધી ઓછી લેવાના છે.

હાઇડ્રોકાર્બન ડિવિઝનમાં જે લોકો કામ કરે છે અને જે લોકોનો વાર્ષિક પગાર 15 લાખ રૂપિયાથી ઓછો છે તે લોકોના પગારમાં કાપ નહિ મુકવામાં આવે, 15 લાખથી વધારે જે લોકોનો પગાર છે તેમના પગારમાં 10 ટકાનો કાપ મુકવામાં આવશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.