સગા માસીની દીકરી સાથે ભાઈને પ્રેમ પાંગર્યો, ઘરમાં જ 18 ઘા ઝીંક્યા, જુઓ તસવીરો

બહેન સાથે આ રાક્ષશ પ્રેમ કરવા લાગ્યો, બિચારી બહેનની આવી હાલત જોઈને રૂંવાટી ઉભી થઇ જશે, બહેને કહ્યું લગ્ન નહિ કરે તો…

ગુજરાતમાંથી ઘણીવાર હુમલાના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર મિત્રો દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે, તો કેટલીકવાર એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી દ્વારા યુવતિ પર હુમલો કરવામાં આવતો હોય છે અને તેની ઘણીવાર હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં જૂનાગઢના કેશોદમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. કેશોદમાં રહેતી યુવતી સાથે તેના સગા માસીના દીકરાને એકતરફી પ્રેમ થઈ ગયો હતો, અને યુવક અવાર નવાર લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો.

તે બાદ ગઈ કાલના રોજ યુવક યુવતીના ઘરે ગયો અને તેણે લગ્નનું કહ્યું પણ યુવતીએ ઇનકાર કરતાં તે ઉશ્કેરાઇ ગયો અને તેણે યુવતીને આડેધડ છરીના 18 ઘા ઝીંકી દીધા. આટલેથી પણ તે અટક્યો નહિ, તેણે યુવતિને છરીના ઘા ઝીંક્યા બાદ ગળેટૂંપો દેવાની કોશિશ પણ કરી. યુવતીને પહેલા તો સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાઈ પણ વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.

યુવતીએ કહ્યુ કે, જ્યારે તે ઘરે કપડાં ધોતી હતી ત્યારે જ આરોપી યુવક પાછળથી આવીને તેની સાથે બળજબરી કરવા લાગ્યો અને છરીના ઘા મારવા લાગ્યો. તેણે બચવાની ઘણી કોશિશ કરી, પણ તેણે એટલા છરીના ઘા માર્યા હતા કે તેનામાં શક્તિ જ નહોતી રહી. છરીના ઘા માર્યા બાદ પણ તે અટક્યો નહિ અને તેણે યુવતિને ગળેટૂંપો દેવાની કોશિશ કરી. યુવતિએ જણાવ્યુ હતુ કે, યુવકે આ પહેલા તેની સાથે લગ્ન નહીં કરે તો મારીને દાટી દેશે એવી ધમકી આપી હતી.

તે અવારનવાર ધમકી આપતો અને ફોટોને લઈને બ્લકમેઇલ કરતો. ત્યારે આરોપી યુવક માસીનો દીકરો હોવાનું બહાર આવતા જ વાયુવેગે સમાચાર પ્રસરતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. યુવતીના પિતાએ કહ્યુ કે, આરોપી કિશન તેમની સાળીનો દીકરો છે. તે ગઇકાલે આવ્યો હતો પણ ત્યારે ઘરે કોઇ હાજર નહોતું. ત્યારે બંને વચ્ચે ઝઘડો થતા તેણે પીડિતા પર હુમલો કર્યો હતો.

Shah Jina