ખબર

પિતા માટે ઓક્સિજન શોધતી હતી યુવતિ, પાડોશીએ કહ્યું, મારી જોડે શારિરીક સંબંધ બાંધ પછી આપણે…

પપ્પાનો જીવ બચાવવા માટે મજબૂર હતી યુવતિ, ઓક્સિજન બદલે પાડોશીએ કરી સંબંધની માંગ પછી જે થયું

દેશભરમાં કેટલાક રાજયોમાં ઓક્સિજનની અછત, બેડની અછત અને વેંટિલેટર જેવી અછત સર્જાઇ રહી છે. લોકો આ પરેશાની સામે જજૂમી રહ્યા છે. તેમાં પણ ઓક્સિજનની કમીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે તેવા કિસ્સા પણ સામે આવતા રહે છે. કેટલાક રાજયોમાં દર્દીઓ સાધનોના અછતને કારણે પરેશાન છે ત્યારે લોકો આવી પરિસ્થિતિમાં પણ કાળાબજારી કરી રહ્યા છે.

આવા હાલાતમાં ઘણા લોકો એકબીજાની મદદ માટે આગળ આવે છેે, ત્યારે કેટલાક લોકો પોતાની હેવાનિયતથી ઊંચા નથી આવતા. આવો જ એક મામલો દિલ્લીમાં સામે આવ્યો છે.

એક યુવતિને કોરોના સંક્રમિત પિતા માટે ઓક્સિજન સિલેંડરની જરૂરત હતી. તેણે તેની બનતી કોશિશ કરી પરંતુ કયાંયથી કોઇ વ્યવસ્થા થઇ શકી નહિ. એવામાં એક પાડોશીએ તેને જણાવ્યુ કે તે ઓક્સિજન લાવીને આપી શકે છે. પરંતુ એક જ પળમાં તેણે તેનું એવુ રૂપ બતાવ્યુ કે, તમે વિશ્વાસ નહિ કરો.

તે વ્યક્તિએ જણાવ્યુ કે, તે યુવતિ સાથે સંબંધ બાંધવા ઇચ્છે છે. ટ્વીટર પર આ ઘટનાને ઉજાગર થતા સોશિયલ મીડિયામાં આ કરતૂત પર લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુવતિ સાથે થયેલ આ ઘટનાની જાણકારી એક અન્ય યુવતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે.

સોશિયલ મીડિયામાં આ પાડોશીની કરતૂતનો ભાંડાફોડ કરનાર યુવતિ પીડિતાને પોતાની નાની બહેન કરીને સંબોધિત કરી છે. આ યુવતિએ પાડોશીની આ કરતૂત જણાવી છે અને તેની ખરાબ માંગને પણ જણાવી છે.