અભિનેતા ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ એક દમદાર અભિનેતાઓની લિસ્ટમાં શામિલ છે. તેમણે પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સની દેઓલને આજે તેની ફિલ્મોની સાથે સતાહૈ તેની ફિલ્મોના દમદાર ડાયલૉગને લીધે પણ યાદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે સની દેઓલ ધર્મેન્દ્ર અને તેની પહેલી પત્ની પ્રકાશ કૌરના દીકરા છે. આ હિસાબે હેમા માલિની તેની સાવકી માં છે.

હેમા માલિની પણ એક જમાનાની દમદાર અભિનેત્રી રહી ચુકી છે. હાલ હેમા માલિની અને ધર્મેન્દ્ર ફિલ્મોથી દૂર પોતાના ફાર્મહાઉસ પર સમય વિતાવે છે. આજે અમે તમને જણાવીશું કે સની દેઓલનો પોતાની સાવકી માં હેમા માલિની સાથે કેવો સંબંધ છે.

મોટાભાગે એવું જ જાણવા મળ્યું છે કે બંન્ને સાવકા માં-દિકરો એકબીજાને બિલકુલ પણ પસંદ નથી કરતા. હેમા અને ધર્મેન્દ્રના લગ્નને 41 વર્ષ થઇ ચુક્યા છે, છતાં પણ હજી અબોલા જ છે. પિતાના બીજા લગ્નથી સની દેઓલ અને બૉબી દેઓલ ખુબ નારાજ થયા હતા.

ધર્મેન્દ્ર અને સની દેઓલના ઘર વચ્ચે માત્ર પાંચ જ મિનિટનું અંતર છે છતાં પણ કોઈ એક-બીજાના ઘરે ગયું નથી. ધર્મેન્દ્રના પરિવારે પણ આ લગ્નનો ક્યારેય સ્વીકાર કર્યો ન હતો. તે સમયે હેમા સાથે લગ્ન કરવા ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ પણ બદલાવ્યો હતો.

જણાવી દઈએ કે સની દેઓલ હેમા માલિની કરતા ઉંમરમાં માત્ર આઠ જ વર્ષ નાના છે, સની દેઓલની ઉંમર 64 વર્ષ તો હેમાની ઉંમર 72 વર્ષ છે. સની દેઓલ જ્યારે બોલીવુડમાં લોન્ચ થવાની હરોળમાં હતા ત્યારે જ પિતા ધર્મેન્દ્રએ હેમા સાથે વર્ષ 1979 માં લગ્ન કરી લીધા હતા.

સની દેઓલના પોતાની બંન્ને સાવકી બહેનો એશા દેઓલ અને આહના દેઓલ સાથે પણ સારા સંબંધ નથી. બંન્નેના લગ્નમાં પણ બૉબી અને સની દેઓલ ગયા ન હતા. રક્ષાબંધનના તહેવાર પર પણ ક્યારેય બંને ભાઈઓ સાવકી બહેનો સાથે જોવા મળ્યા નથી.

સની દેઓલની ભાગ્યે જ અમુક તસ્વીરો હેમા અને તેની દીકરીઓ સાથે છે, જો કે લગ્ન પછી પણ ધર્મેન્દ્રએ પોતાનું પહેલું ઘર છોડ્યું ન હતું અને તે બંન્ને પરિવારની કાળજી રાખે છે. એવામાં બીજી પત્ની હોવાને લીધે હેમાને પણ પતિ સાથે સમય વિતાવવાના ખુબ ઓછા મૌકાઓ મળે છે. ધર્મેન્દ્રની પહેલી પત્ની અને સની-બોબીની માં પ્રકાશ કૌરે પણ હજી સુધી હેમા માલિનીનો સ્વીકાર કર્યો નથી.

જો કે જરૂર પડવા પર સની દેઓલ હંમશા હેમા માલિની સાથે ઉભા રહ્યા છે. વર્ષ 2015 માં જયારે હેમા માલિનીનું રસ્તા પર અકસ્માત થયું હતું ત્યારે સની દેઓલ ખબર પૂછવા તેના ઘરે ગયા હતા અને ડોક્ટરને પણ તેની કાળજી રાખવાની અપીલ કરી હતી. સની દેઓલનો હેમા પ્રત્યેનો આવો લગાવ જોતા હેમાજી પણ તે સમયે ચોંકી ગઈ હતી જો કે અંદરથી તેને ખુબ ખુશીનો અનુભવ થયો હતો.