મનોરંજન

બાહુબલી એટલે કે પ્રભાસે અનુષ્કા શેટ્ટી સાથેના સંબંધોને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું કે છેલ્લા બે વર્ષમાં…

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ એટલે કે આપણા બાહુબલી છેલ્લા ઘણા સમયથી દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટી સાથે રિલેશનમાં છે તેવી ખબરો આવી રહી હતી. બંનેના રિલેશનશિપ વિશે ઘણી ચર્ચાઓ થઇ હતી. ખબર તો ત્યાં સુધી આવી હતી કે આ વર્ષેના અંત સુધી બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

image source

એ સિવાય અનુષ્કા શેટ્ટી સાથે રહેવા પ્રભાસ લોસ એન્જીલીસમાં એક શાનદાર ઘર શોધી રહ્યા છે એવી ખબરો પણ આવી હતી. હાલ જ પ્રભાસે તેની રિલીઝ થયેલ એક્શન થ્રિલર ફિલ્મ ‘સાહો’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ અનુષ્કા શેટ્ટી માટે રાખ્યું હતું અને ત્યારથી બંનેના રિલેશનશીપની અફવાએ વધુ જોર પકડ્યો હતો.

image source

હાલ જ પ્રભાસે એના ઇન્ટરવ્યૂમાં તેના અને અનુષ્કાના રિલેશન વિશે ચુપ્પી તોડતા કહ્યું હતું કે, ‘ અનુષ્કા અને હું ફક્ત મિત્રો છીએ. મિત્રતાથી વધારે અમારા વચ્ચે કાંઈ હોત તો પાછલા બે વર્ષમાં અમને બીજે ક્યાંક પણ લોકોએ સાથે જોયા હોત. શું અમે ક્યારેય પણ સાથે જોવા મળ્યા છીએ?’

image source

પ્રભાસે આગળ પણ કહ્યું હતું કે, ‘કરણ જોહરના શોમાં પણ અમને આ સવાલ પૂછવામાં આવ્યો હતો એ સમયે ને રાણા દગ્ગુબાતી અને રાજમૌલીને આ પ્રશ્નનો જવાબ આપવા દીધો હતો. એ સમયે એમને પણ એમ જ કહ્યું હતું કે, ‘મારા અને અનુષ્કા વચ્ચે એવું કાંઈ નથી.’

image source

ફિલ્મ બાહુબલી પછી ફેન્સને પ્રભાસ અને અનુષ્કાની જોડી ખુબ પસંદ આવી હતી અને ત્યાર બાદથી જ બંનેના રિલેશનશિપની ખબરોએ જોર પકડ્યો હતો.પણ પ્રભાસે આ બધો ખબરોને અફવા સાબિત કરી દીધી છે.

image source

એ પહેલા પણ 2018માં પ્રભાસના લગ્ન ચિરંજીવીને ભાણેજ નિહારિકા સાથે થવા જઈ રહ્યા છે એવી ખબર આવી હતી. એ સમયે પણ પ્રભાસે તે વાતને ફક્ત અફવા જ કહી હતી. અનુષ્કા સિવાય પ્રભાસનું નામ બીજી ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.