શરીરમાં કુલ મળીને પાંચ તત્વો અને ત્રણ ધાતુઓ હોય છે. આ પાંચેય તત્વો અને ત્રણેય ધાતુઓ નવ ગ્રહોથી નિયંત્રિત થાય છે. કોઈ પણ બીમારી ગ્રહો સાથે જોડાયેલી હોય છે. કુંડળીમાં કોઈ પણ ગ્રહ નીચ હોય કે શત્રુ રાશિમાં હોય કે પછી નબળો હોય તો એ ગ્રહોની બીમારી થવાની શરુ થઇ જાય છે. જયારે કોઈ ધાતુ કે તત્વો નબળા હોય છે ત્યારે શરીરમાં બીમારીઓ વધી જાય છે. નાની હોય કે મોટી દરેક બિમારીઓને નવ ગ્રહો સાથે સંબંધ હોય છે. આનાથી સંબંધિત ગ્રહોને ઠીક કરીને આપણે શરીરની બીમારીઓને દૂર કરી શકીએ છીએ.

તો આજે આપણે એ ચર્ચા કરીશું કે કયા ગ્રહો નબળા હોવા પર કેવી બીમારી થાય છે અને જો કોઈ બીમારી તમને થઇ છે અને તમે સ્વસ્થ નથી થઇ રહયા તો કયા ગ્રહોનો ઉપાય કરવો. આ ગ્રહોના ઉપાય કરવાથી એ ગ્રહો બળવાન બને છે અને તમે સજા થઇ શકશો. જયારે ગ્રહો ઠીક થાય છે ત્યારે ડોક્ટરની સામાન્ય સારવાર પણ જૂનામાં જૂની બીમારી ઠીક કરી દેશે –
સૂર્ય અને એની બીમારીઓ –
સૂર્ય ગ્રહોનો રાજા છે અને દરેક ગ્રહની શક્તિ પાછળ સૂર્ય જ હોય છે. સૂર્યની કિરણોને કારણે હાડકા અને આંખોની સમસ્યા થાય છે. હૃદય રોગ, ટીબી, પાચનતંત્રના રોગો પાછળ પણ સૂર્ય જ હોય છે. ડિપ્થેરિયા, ગાંઠિયા, બ્લડપ્રેશર અને નસો નબળી પડવી એ પણ સૂર્યની જ બીમારીઓ છે.
ઉપાય –
– સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ અર્પણ કરો.
– માણેક ધારણ કરો.
– ભોજનમાં ઘઉંના દલિયા જરૂર ખાઓ. અને તાંબાના પાત્રથી જળ પીવો.
– સૂર્યની વસ્તુઓ જેમ કે લાલ વસ્ત્ર અને નારિયેળ દાન કરો.
– ડોક્ટર પાસેથી પોતાનો ઈલાજ કરાવો, જલ્દી જ સ્વસ્થ થઇ જશો.

ચંદ્ર અને એની બીમારીઓ –
ચંદ્ર વ્યક્તિના મન અને વિચારોને નિયંત્રિત કરે છે. આના કારણે વ્યક્તિને માનસિક બીમારીઓ થાય છે. વ્યક્તિને ચિંતાઓ પરેશાન કરતી રહે છે. ઊંઘ, ગભરાહટ, બેચેનીની સમસ્યાઓ થઇ જાય છે. જો તમને માથું દુઃખવું, પેશાબ સંબંધિત બીમારીઓ, પેટમાં ગેસ બનવાની સમસ્યાઓ, કામમાં મન ન લાગવું જેવી સમસ્યાઓ સતાવતી હોય તો તમારો ચંદ્ર નબળો છે.
ઉપાય –
– મોડી રાત સુધી ન જાગો.
– પૂનમ અથવા અગિયારસનો ઉપવાસ રાખો.
– શિવજીની ઉપાસના કરો.
– ચાંદીની વીંટી કે ચેઈનમાં મોટી રત્ન ધારણ કરો.
– સોમવારે શિવ મંદિરમાં ચોખા કે દૂધનું દાન કરો.

મંગળ અને એની બીમારીઓ –
મંગળ મુખ્ય રૂપથી રક્તનો સ્વામી હોય છે. આ રક્ત અને દુર્ઘટનાની સમસ્યા આપે છે. આ હાઈ બ્લશપ્રેશર અને તાવ માટે પણ જવાબદાર હોય છે. આ ક્યારેક કયારેક ત્વચામાં ઇન્ફેક્શન પણ કરી દે છે. જો તમારી સાથે વારે-વારે દુર્ઘટના થાય છે, શરીરનું કોઈ અંગ કામ નથી કરતુ, ગુસ્સો વધુ આવતો હોય, થાયરોઇડ હોય તો તમારો મંગળ નબળો હોઈ શકે છે.
ઉપાય –
– મંગળવારનો ઉપવાસ કરો.
– ખાંડ ખાવાને બદલે ગોળનું સેવન કરો.
– જમીન પર કે નીચા પલંગ પર ઊંઘો.
– ઘડાનું પાણી પીવાથી લાભ થશે.
– મંગળવારે મસૂરની દાળ કે તાંબાનું પાત્ર દાન કરો.
– હનુમાનજીની આરાધના કરો અને હનુમાનજીના સિંદૂરની તિલક કરો.

ગુરુ અને એની બીમારીઓ –
ગુરુ ગ્રહ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો હોય છે. સાથે સાથે ગંભીર બીમારીઓ પણ આપે છે. કેન્સર, હિપેટાઇટિસ અને પેટની ગંભીર બીમારીઓ પણ આપે છે. સામાન્ય રીતે આ નાની-મોટી બીમારીઓ નથી આપતો. જો તમને ચામડીનો રોગ હોય, દાદ, ખાજ, ખુજલી હોય કે સેપ્ટિક હોય અથવા હોર્મોન્સ ગડબડ કરે, પેટ, હાથ પગમાં દુખાવો હોય, રક્ત સંબંધી બીમારીઓ હોય કે ગેસ બનતો હોય, યાદશક્તિ નબળી હોય તો ગુરુ ગ્રહ નબળો હોઈ શકે છે.
ઉપાય –
– વહેલી સવારે સૂરજને હળદરવાળું જળ અર્પણ કરો.
– શુદ્ધ સોનાની વીંટી પહેલી આંગળીમાં ધારણ કરો.
– હળદરનું તિલક લગાવો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો.
– ગુરુવારના ઉપવાસ કરો અને સફેદ પુખરાજ ધારણ કરો.
– ગોળનું દાન કરો.

શુક્ર અને એની બીમારીઓ –
આ શરીરના રસાયણોને નિયંત્રિત કરે છે, એને કારણે હોર્મોન્સ અને ડાયાબિટીસની સમસ્યા થઇ જાય છે. ક્યારેક-ક્યારેક આ આંખોને પણ પ્રભાવિત કરે છે. જો તમને શુગરની બીમારી હોય, ફેફસા સંબંધી કોઈ બીમારી હોય કે ટીબી હોય, શારીરિક નબળાઈ હોય, બાળક પેદા કરવાની શક્તિ ન હોય, છાતીમાં નબળાઈ હોય, પેશાબ સંબંધી કોઈ બીમારી થાય, વારેવારે કફ-શરદી થઇ જાય તો આનો અર્થ એ છે કે તમારો શુક્ર નબળો છે, શુક્રના ઉપાય કરો.
ઉપાય –
– બપોરે ભોજનમાં દહીં જરૂર ખાઓ.
– ચોખા, ખાંડ અને મેંદો ઓછામાં ઓછો ખાઓ.
– સવારે ઉઠીને આંટો મારવા જાઓ.
– એક સફેદ સ્ફટિકની માળા ગાળામાં ધારણ કરો.
– શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરો.

શનિ અને એની બીમારીઓ –
શનિ ગ્રહના કારણે લાંબા સમય સુધી ચાલવાવાળી બીમારીઓ થાય છે. આ સ્નાયુ તંત્ર અને દુખાવાની સમસ્યા આપે છે. આ વ્યક્તિનું હારવું-ફરવું રોકી દે છે. સામાન્ય રીતે આ શરીરને વિકૃત બનાવી દે છે. એટલે જો આ પ્રકારની બીમારી થાય તો શનિ ગ્રહ નબળો હોઈ શકે છે.
ઉપાય –
– સાત્વિક અને સાદું ભોજન ગ્રહણ કરો.
– રહેવા માટે હવાદાર અને સાફસુથરા ઘરનો પ્રયોગ કરો.
– એક લોખંડની વીંટી જરૂર ધારણ કરો.
– વહેલી સવારે પીપળાના વૃક્ષ નીચે થોડો સમય જરૂર બેસો.

રાહુ અને એની બીમારીઓ –
રાહુ ગ્રહ હંમેશા રહસ્યમયી બીમારીઓ આપે છે. આની બીમારીઓ શરૂમાં નાની પણ પછીથી ગંભીર થઇ જાય છે. આ બીમારીઓનું કારણ ઘણીવાર અજ્ઞાત જ રહે છે. આ જાતે જ આવે છે અને જાતે જ જતી રહે છે. માટે આ પ્રકારની બીમારીઓ હોય તો રાહુના ઉપાયો કરવા.
ઉપાય –
– ચંદનની સુગંધનો ખૂબ જ પ્રયોગ કરો.
– ગાળામાં એક તુલસીની માળા ધારણ કરો.
– સાત્વિક ભોજન લેવું.
– ચમકદાર નીલા રંગનો ખૂબ જ પ્રયોગ કરો.

કેતુ અને એની બીમારીઓ –
કેતુ પણ રહસ્યમયી બીમારીઓ આપે છે, સામાન્ય રીતે ત્વચા અને રક્તની વિચિત્ર બીમારીઓની પાછળ આ જ હોય છે. આ બીમારીઓનું કારણ અને ઉપાય સમાજમાં નથી આવતા. આ કલ્પનાની બીમારીઓ આપે છે.
ઉપાય –
– રોજ સવારે સ્નાન જરૂર કરો.
– ધર્મસ્થાનો અને ધર્મ સભાઓમાં જરૂર જાઓ.
– ગરીબોને ભોજન કરાવો.
– મહિનામાં કશુંને કશું ગુપ્ત દાન જરૂર કરો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.