ભાણિયાના મોબાઇલમાં મામાએ જોઇ લીધો ભાણીનો ન્યુડ વીડિયો…ડંડાથી પ્રાઇવેટ પાર્ટ પર મારી કરી દીધી હત્યા અને પછી કર્યુ એવું કે…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે. જેમાં અંગત અદાવત સહિત પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાઈ-બહેનના સેક્સ સંબંધ બાદ હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેની હત્યા થઇ તેના તેની માસીની છોકરી સાથે શારીરિક સંબંધ હતા. મામાએ ભાણીયાના મોબાઈલમાં ભાણીનો નગ્ન વીડિયો જોયો અને તે બાદ ગુસ્સે થઈને તેણે ભાણિયાને લાકડી વડે માર માર્યો અને તેની હત્યા કરી દીધી. આ પછી તે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરંડર કર્યું.

1 જુલાઈ શનિવારે લગભગ 10.30 વાગ્યે એક 50 વર્ષીય વ્યક્તિ લોહીથી લથપથ લાકડી સાથે સિવિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યો. તે તરત જ ઈન્સ્પેક્ટરની કેબિનમાં પ્રવેશ્યો અને ઈન્સ્પેક્ટરને કહ્યું કે તે તેના ભાણિયાને મારીને આવી રહ્યો છે. આરોપીએ ઈન્સપેક્ટરને કહ્યું- “હું લોધીપુર બિશનપુરનો રહેવાસી છું. મારા ભાણિયાને માર્યા બાદ હું અહીં આવ્યો છું. તેને માર્યા બાદ મેં રેલવે ટ્રેક પર ફેંકી દીધો છે, લાશ ત્યાં પડી છે.” આ સાંભળીને ઈન્સ્પેક્ટર ચોંકી ગયા. આ દરમિયાન આરોપીએ ઈન્સ્પેક્ટરને મોબાઈલ ફોન બતાવ્યો, જેમાં તેની ભાણીનો નગ્ન વીડિયો હતો. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આરોપીએ કહ્યું કે તેનો ભાણિયો (મૃતક) તેની જ માસીની છોકરી એટલે કે બહેનનું શારીરિક શોષણ કરતો હતો. તેમજ તેને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. આરોપીએ કહ્યું કે તેનો તેના ભાણિયાને મારવાનો ઈરાદો નહોતો, પણ પછી તેણે વિચાર્યું કે તેને સજા મળવી જ જોઈએ. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મઝોલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લોધીપુર બિશનપુર ગામના રહેવાસી આરોપી રાજ મિસ્ત્રીને બે બહેનો છે.

મોટી બહેનના લગ્ન તેણે અમરોહા જિલ્લાના સૈદલગલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં થયા હતા. 20 વર્ષીય મૃતક આ બહેનનો પુત્ર હતો. આશરે 8 વર્ષ પહેલા તેના પતિના અવસાન બાદ તેની મોટી બહેને તેના દિયર સાથે લગ્ન કર્યા. આરોપીની બીજી બહેનનું અમરોહા જિલ્લાના દેહત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં સાસરુ છે. તેના પતિનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું. આરોપીની આ બહેનને બે દીકરીઓ છે. મૃતક તેની આ માસીની પુત્રીને બ્લેકમેઇલ કરતો હતો. આરોપીના કહેવા મુજબ અઢી વર્ષ પહેલા મૃતકનો ગામમાં ઝઘડો થયો હતો.

તેથી જ તેને તેની માસીના ઘરે રહેવા મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેણે ત્યાં જઈને તેની માસીની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. એક દિવસ જ્યારે માસીએ આ જોયું તો તેણે મૃતકને ઠપકો આપી ભગાડી દીધો. આ પછી ભાણિયો ભાણીને ન્યૂડ વીડિયો બતાવીને બ્લેકમેઇલ કરતો હતો. આરોપીએ કહ્યું કે જ્યારે તેણે ભાણિયાના મોબાઈલમાં વીડિયો જોયો તો તેને ખૂબ ગુસ્સો આવ્યો અને પછી તેણે લાકડી ઉપાડી પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો. આ મામલો અકસ્માતનો લાગે એટલે તેણે લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી પણ પાછળથી તેને ગુનાનો પસ્તાવો થતા તેણે પોલીસ સ્ટેશન આવીને સરંડર કરી દીધુ.

Shah Jina