મનોરંજન

ના ફિલ્મ,ના જાહેરાત છતાં પણ આજે રેખા જીવે છે આવી લકઝરીયસ લાઈફ, આવકનો સ્ત્રોત સાંભળીને વિશ્વાસ નહીં આવે

આજે રેખા તેનો 65મોં જન્મદિવસ મનાવી રહી છે. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954માં ચેન્નાઈમાં થયો હતો. રેખા સાઉથ એકટર જૈમિની ગણેશનની પુત્રી છે. રેખાની માતા પુષ્પાવલ્લી તેલુગુ અભિનેત્રી હતી. રેખાના તેની જિંદગીમાં ઘણાલોક સાથે ડેટ કર્યું હતું.

Image Source

રેખાની અંગત જિંદગીની જો વાત કરવામાં આવે તો રેખા મુંબઈના બાંદ્રામાં સી ફેસિંગ બંગલામાં રહે છે. આ બંગલાની કિંમતમાં કરોડોમાં છે. તેનો આ બંગલો ફરહાન અખ્તર અને શાહરૂખ ખાનના બંગલાથી એકદમ નજીક છે. રેખાએ તે સમયમાં હિન્દી સિનેમામાં દાયકા સુધી રાજ કર્યું હતું. પરંતુ હાલ તે ફિલ્મોમાં બહુ એક્ટિવ નથી રહેતી. ના તો કોઈ જાહેરાતમાં જોવા મળે છે. ત્યારે સૌથી વધુ સવાલ એ થાય કે, રેખા તેની આ વૈભવી લાઇફસ્ટાઇલ કેમ જીવતી હશે ? ત્યારે આજે અમે બતાવીશું કે, રેખાનો ખર્ચ કેવી રીતે ચાલે છે.

ફિલ્મ:

આમ તો ઘણા સમયથી રેખા ફિલ્મોથી દૂર છે. પરંતુ જયારે પણ ફિલ્મમાં જોવા મળે છે ત્યારે તેને સારા પૈસા મળે છે.

ગિફટસ

રેખા પાસે રહેલી સાડીઓ માંથી સૌથી વધુ તો તેને ગિફ્ટમાં મળેલી છે. રેખા પાસે સાડીઓનું સારું કલેક્શન છે. રેખા તે જ કલેક્શનમાં કાંજીવરમ, બનારસી, મહેશ્વરી, કાંજીવરમ જેવી સાડીઓ પહેરે છે. રેખા ક્યારે પણ ડિઝાઈનર પાસે જઈને ડ્રેસ ડિઝાઇન નથી કરાવતી.

Image Source

પ્રોપટી:

મીડિયા રિપોર્ટ અને સૂત્રોનું માનીએ તો રેખાને સાઉથ ઇન્ડિયા અને મુંબઈમાં ઘણી પ્રોપટી છે. જે તેને ભાડે આપી છે. એક રિપોર્ટ અનુસાર, તેની પાસે 40 મિલિયન ડોલર એટલે કે, 296 કરોડ રૂપિયા છે. રેખાની કમાણીનો વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય એમ છે કે, જયારે 1980-81માં 4.25 લાખનો ટેક્સ ભર્યો હતો. તે વર્ષે અમિતાભ બચ્ચને 4.16 લાખનો ટેક્સ ભર્યો હતો.

બ્રાન્ડ એમ્બેસેડર :

રેખા સામાન્ય રીતે તો ઓછી જ જાહેરાત શૂટ કરે છે. પરંતુ જયારે પણ કોઈ બ્રાન્ડની એમ્બેસેડર બને છે ત્યારે તેને પૈસા મળે છે. રેખા ક્યારેક બ્રાન્ડ એમ્બેસેડર થાય છે. તેના ફોટોને ડિસ્પ્લે અને હોર્ડિંગમાં જ્યારે પણ યુઝ કરવામાં આવે છે. તેના માટે તેને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. થોડા વર્ષો પહેલા બિહાર સરકારે રેખાને બિહારની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.

ફિક્સ્ડ ડિપોઝીટ

રેખા જે સમયે ફિલ્મમાં કામ કરતી હતી ત્યારે તે સમયે તે ખોટા ખર્ચા કરતી ના હતી. તે સેવિંગ પર વધુ માને છે. જયારે રેખાની કરિયર પીક પર હતી ત્યારે ઘણા પૈસા તેને ફિક્સ ડિપોઝીટ કર્યા હતા. જે આજે તેને કામ આવી રહ્યા છે.

Image Source

જૂનો સ્ટાફ

રેખાના સ્ટાફની વાત કરવામાં આવે તો તેને ઘણા વર્ષોથી એક જ ડ્રાઇવર અને એક જ વોચમેન છે. તેની સેક્રેટરી ફરઝાના રેખા સાથે તેનો પડછયો બનીને રહે છે. આ પરથી જાણી શકાય કે, તે ખુદને મેન્ટેન કરવા માટે વધુ સ્ટાફ નથી રાખતી. રેખા માને છે કે, બચાવવાથી જ પૈસા આવે છે. રેખા આજે પણ ઇન્ડિયન મિડલ ક્લાસ વેલ્યુને માને છે. રેખા ક્યારે પણ ડિઝાઈનર સાડીમાં જોવા નથી મળતી, ના તો તે કોઈ લેટેસ્ટ કાર ખરીદે, ફોરેન ટુર (સિવાય કે, એવોર્ડ અથવા શો સેરેમની) પર પણ નથી જતી. રેખા ફક્ત જરૂરી વસ્તુઓ પર જ ખર્ચા કરે છે.

રીબીન કટિંગ સેરેમની 

જયારે કો મોટી-મોટી કંપની લોન્ચ કરવામાં આવે છે, અથવા કોઈ પબ્લિક ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે ત્યારે સ્ટાર્સેને ઓપનિંગ સેરેમનીમાં બોલાવવામાં આવે છે. આ સેરેમનીમાં હાજરી આપવા માટે સેલિબ્રિટીઓને મોટી રકમ પણ આપવામાં આવે છે. આ સિવાય રેખાને પ્રાઇવેટ ઈવેન્ટ્સ જેવા કે, બર્થડે પાર્ટી, લગ્ન, દાંડિયા રાસ માટે બોલાવવામાં આવે ત્યારે તેના પણ પૈસા આપવામાં આવે છે.

ટીવી શોમાં એપીરીયન્સ

ટીવી પર ઘણા એવા શો આવતા હોય છે જે રેખાને ઇન્વાઇટ કરે છે. ત્યારે તેની શોમાં હાજરીને લઈને તેને પેમેન્ટ પણ આપવામાં આવે છે. પરંતુ જો કોઈ આ ફિલ્મ અથવા શોઆ પ્રમોશનમાં જાય છે તો તે સ્ટાર્સને તે સમયે કંઈ પૈસા આપવામાં નથી આવતા.

Image Source

રાજ્યસભા મેમ્બર
રેખા રાજ્યસભાની સાંસદ છે. તે પાર્લામેન્ટમાં 2018થી છે. તેવામાં તેને એક રાજ્યસભાના સભ્ય તરીકે એક નિશ્ચિત રાશિ આપવામાં આવે છે. રિપોર્ટની માનીએ તો તેની વર્ષભરની સેલેરી અન વિવિધ ભથ્થાના 65 લાખ રૂપિયા મળે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.