મનોરંજન

શું તમે જાણો છો રેખાની ‘સાવકી દીકરી’ વિષે? બોલ્ડ ફિલ્મમાં દેખાડી ચૂકું છે ઝલવો

રેખાની દીકરીની 7 તસ્વીરો જોઈને તમે દંગ રહી જશો, ફેશનની શોખીન છે

રેખા જેટલી તેની ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે તેટલી જ તેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. રેખાની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. રેખાના પહેલા પતિની દીકરી એક્ટ્રેસ બની ચુકી છે. તેનું નામ છે સોનિયા. સોનિયા જાણીતા એક્ટર વિનોદ મહેરાની દીકરી છે.

ખબરોનું માનીએ તો, રેખાએ પહેલા લગ્ન વિનોદ મહેરા સાથે ગુપચુપ રીતે કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબો સમય સુધી ચાલ્યા ના હતા. પારિવારિક દબાણને કારણે વિનોદ મહેરા રેખાથી અલગ થઇ ગયા હતા.

વિનોદ મહેરાએ લગભગ 45 વર્ષની ઉંમર જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. રેખાથી અલગ થયા બાદ વિનોદે 3 લગ્ન કર્યા હતા. વિનોદ મહેરાને ત્રીજા લગ્નથી 2 બાળકો થયા હતા  જે રોહન મહેરા અને સોનિયા મહેરા છે.

સોનિયા વિનોદ મહેરની ત્રીજી પત્ની કિરણની દીકરી છે. ભલે રેખાએ સોનિયાને જન્મ ના આપ્યો હોય પરંતુ તે તેના પહેલા પતિ વિનોદ મહેરાની દીકરી છે. સોનિયા રેખા જેવી જ ખુબસુરત છે. સોનિયા ફિલ્મમાં હજુ સુધી નામ કમાઈ શકી નથી. સોનિયા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

જણાવી દઈએ કે, સોનિયા 4 વર્ષની હતી ત્યારે વિનોદ મહેરાનું નિધન થઇ ગયું હતું. પિતાના મોત બાદ સોનિયાનું પાલન-પોષણ તેના નાના-નાનીએ કર્યું હતું.

સોનિયાએ 8 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગની ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન તેને લંડન એકેડમી ઓફ મ્યુઝિક અને ડ્રામેટિક આર્ટ્સમાં એક્ટિંગ એક્ઝામમાં ગોલ્ડ મેડલ મળ્યું હતું.

સોનિયા 17 વર્ષની થઇ ત્યારે તે મુંબઈ આવી ગઈ હતી. તેને અનુપમ ખેર ઇન્સ્ટિટ્યૂટ એક્ટર પ્રિપેયર્સનો 3 મહિનાનો કોર્ષ કર્યો હતો.

સોનિયાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2007માં ફિલ્મ વિક્ટોરિયા નં.203થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. સોનિયાએ અત્યાર સુધી લગભગ 4 ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે તે ‘રાગિની એમએમએસ 2’ માં જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.