મનોરંજન

જયારે અમિતાભ સાથે રેખાનો લવ સીન જોઈને ચોધાર આંસુએ રડવા લાગી હતી જ્યા, એક્ટ્રેસે ખુદે કર્યો ખુલાસો

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નને 47 વર્ષ પૂરા થયા છે. બંનેએ 3 જૂન, 1973માં લગ્ન કર્યા હતા.બહુ ઓછા લોકો જાણે છે કે બંનેએ ઉતાવળમાં લગ્ન કર્યા હતા. ખરેખર અમિતાભ જયા સાથે રજા ગાળવા માટે લંડન જવા ઇચ્છતા હતા પરંતુ પિતા હરિવંશરાય બચ્ચન આ માટે તૈયાર નહોતા.

Image source

હરિવંશરાય બચ્ચન ઇચ્છતા હતા કે બંને પહેલા લગ્ન કરે અને પછી ફરવા જાય. બિગ બીએ પિતાની વાત ધ્યાનમાં રાખીને ઉતાવળમાં જયા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ રેખાથી જોડાયેલા એક કિસ્સા વિષે રેખાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.

Image source

ગઈ કાલે અમિતાભ અને જયાના લગ્નની વર્ષગાંઠ હતી. ઘણા દાયકાઓથી ઇન્ડસ્ટ્રીઝમાં ટોચ પર રહ્યા બાદ અમિતાભના લગ્નજીવનમાં કોઈ તકરાર જોવા મળી ન હતી. આ માટે આજે તે બંને ખૂબ આદર સાથે જોવામાં આવે છે. જો કે, એક એવો સમય પણ આવી ગયો હતો જ્યારે આ સંબંધની ગાંઠ પડી ગઈ હતી જેનું કારણ રેખા હતી.

Image source

રેખા અને અમિતાભ વચ્ચે જે હતું તેનો અંદાજ રેખાના કેટલાક નિવેદનો પરથી લગાવી શકાય છે. 2004માં સિમી ગ્રેવાલના શોમાં વાત કરતી વખતે રેખાએ કહ્યું હતું કે, હું તેનું ઘર તોડવા માટે નથી કહી રહી પરંતુ  હું એમ કહી શકું છું કે હું તેમને મેળવીને ખુશ  થાવ છું.  હું તેની ભલાઈથી ખૂબ પ્રભાવિત થઇ ગઈ હતી.

Image source

રેખાએ કહ્યું હતું કે, મારી માટે બચ્ચન સામે ઉભા રહેવું મારા માટે સહેલું નહોતું. મેં મારા જીવનમાં તેમના સામે ક્યારેય જોયું નથી. તેમના કારણે જ મેં મારા પર વિશ્વાસ કરવાનુંશીખી છું.

Image source

રેખાએ કહ્યું હતું કે વાત ‘મુકદ્દર કા સિકંદર’ની સ્ક્રીનિંગની છે. હું પ્રોજેક્શન રૂમમાં હતો. જયા અને તેના બાળકો પહેલી હરોળમાં, અમિતાભ બચ્ચન અને બાકીની બીજી હરોળમાં બેઠા હતા. ફિલ્મમાં મારી અને તેની વચ્ચે (અમિતાભ) વચ્ચેનો પ્રેમનો દ્રશ્ય આવ્યો ત્યારે જયા તેને જોઈને રડવા લાગી. આ ફિલ્મ પછી મોટાભાગના નિર્માતાઓ અને દિગ્દર્શકો મને કહેવા લાગ્યા કે જયાએ મને એવી કોઈ પણ ફિલ્મ ન લેવાનું કહ્યું જેમાં તે મારો હીરો હોય.

Image source

રેખાએ 1980માં જયા બચ્ચનને લઈને ઈન્ટવ્યુમાં કહ્યું હતું કે- હું કેટલીક વાર જયાને ખૂબ જ મહિલા સમજતી હતી. ત્યાં સુધી જે હું તેને તેને બહેનની જેમ માનતી હતી.. તેણી મને ઘણી વાર ખૂબ જ સલાહ આપતી હતી. બાદમાં મને ખબર પડી કે તે ફક્ત તેનો પ્રભાવ વધારવા માટે આ કરતી હતી. એક જ બિલ્ડિંગમાં રહેતા હોવા છતાં પણ તેઓએ મને તેમના લગ્નમાં આમંત્રણ આપ્યું ના હતું.

Image source

જણાવી દઈએ કે અમિતાભ અને રેખાએ પહેલીવાર ‘દો અંજાને’ આ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ સાથે કામ કરતી વખતે, તે તેનાથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી અને તેના જીવનમાં ઘણા ફેરફારો પણ કર્યા હતા.
મે 1973ની ફિલ્મ ઝંજીરે અમિતાભને રાતોરાત સુપર સ્ટાર બનાવ્યા હતા. આ બાદ તેને ક્યારે પણ પાછળ ફરીને જોયું જ નથી. ફિલ્મના હિટ બન્યા પછી કપલે 3 જૂન 1973માં લગ્ન કર્યા હતા.

Image source

77 વર્ષની ઉંમરે પણ અમિતાભ ફિલ્મોમાં સક્રિય છે. તેની આગામી ફિલ્મ ગુલાબો-સીતાબો, ચહેરે, ઝુંડ, બટરફ્લાય, બ્રહ્માસ્ત્ર છે. તે સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે. હાલમાં, કોરોનાને કારણે તમામ ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ ગયું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.