રેખાએ પેપરાજીને મારી થપ્પડ, આવું હતુ પેપરાજીનું રિએક્શન, લોકો બોલ્યા- હવે એ નહિ ન્હાય
રેખાએ પેપરાજીને ગાલ પર મારી થપ્પડ, ફોટોગ્રાફરનું રિએક્શન જોઇ ઉડી જશે હોંશ
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ રેખાએ ગઈકાલે મુંબઈમાં એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રેખા એક વ્યક્તિને પ્રેમથી થપ્પડ મારતી જોવા મળી રહી છે. વીડિયોમાં રેખા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. જ્યારે તે ઇવેન્ટમાંથી બહાર આવી કે તરત જ પેપરાજીઓએ તેને ઘેરી લીધી હતી.
આ દરમિયાન એક ફોટોગ્રાફર તેમની સાથે ફોટો લેવા માટે આવે છે, ફોટો ક્લિક કર્યા પછી રેખા તેને પ્રેમથી ગાલ પર થપ્પડ મારે છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘તે ખૂબ જ નસીબદાર છે, રેખાજીએ તેને સ્પર્શ કર્યો, હવે તે ન્હાશે નહીં’.
અન્ય એક યુઝરે લખ્યું- તેનો દિવસ રેખાએ થપ્પડ માર્યો પછી બન્યો. અન્ય એક યુઝરે લખ્યું – ઓલ્ડ ઈઝ ગોલ્ડ. લુક વિશે વાત કરીએ તો, રેખાએ ઓફ વ્હાઇટ અને ગોલ્ડન ફ્યુઝન સાડી પહેરી હતી. આ સાથે તેણે સિંદૂર, વાળમાં ગજરો, હાઈ હીલ્સ અને મેચિંગ બેંગલ્સ પણ કેરી કરી હતી. રેખાનો આ કાતિલાના લુક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો.
View this post on Instagram
જણાવી દઇએ કે, મુંબઈમાં ગ્લોબલ સ્પા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રેખા, ઝરીન ખાન, વાણી કપૂર, માનુષી છિલ્લર અને રણદીપ હુડ્ડા સહિત ઘણા કલાકારોએ આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ ઘટનામાં બધાની નજર રેખા પર ટકેલી હતી.
View this post on Instagram