ખબર

એક સમયે સ્પર્ધક પાસે દૂધ ખરીદવાના પણ પૈસા ના હતા, હવે જીત્યા 6 લાખ 40 હજાર

દિલ્લીના ઓટોચાલકની દિકરી રેખા રાનીએ કેબીસીમાં જીત્યા 6 લાખ 40 હજાર

કેબીસી એટલે કે કૌન બનેગા કરોડપતિમાં ગૃરૂવારે દિલ્લીની રેખા રાની હોટ સીટ પર હતી. રેખાએ તેના અલગ જ અંદાજમાં લોકોના દિલ જીતી લીધા હતા. અમિતાભ બચ્ચન પણ તેનાથી ઘણા પ્રભાવિત થયા હતા. રેખા 11 સવાલના સાચા જવાબ આપીને 6.40 લાખ જીતી હતી. રેખાએ શોમાં જણાવ્યું હતું કે, તે મધ્યમ વર્ગમાંથી આવે છે. તેને જિંદગીમાં આટલા પૈસા ક્યારે પણ નથી જોયા. રેખા રાનીનું જીવન બેહદ ગરીબીમાં વીત્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

રેખા રાની દિલ્લીના જૈતપુરમાં પિતા સુરેન્દ્ર પ્રસાદ, માટે સંજુ દેવી અને 2 નાના ભાઈ-બહેન સાથે રહે છે. રેખા રાનીના પિતા દિલ્લીમાં રીક્ષા ચલાવે છે. રેખાનો પરિવાર મૂળ બિહારના નાલંદા જિલ્લાનો છે. રેખા રાનીએ આ જીતેલા પૈસાને લઈને જણાવ્યું હતું કે, તે આ રકમમાંથી ઘરની મરામત કરાવશે અને માતાનો ઈલાજ કરાવશે. વધેલા પૈસામાંથી તેનું ભણતર પૂરું કરશે. રેખા રાનીએ કમલા નહેરુ કોલેજમાંથી બીએ અને વિવેકાનંદ કોલેજમાંથી હિન્દીમાં એમએ કર્યું છે. તે હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે.

Image source

આ શોમાં રેખાએ અમિતાભને જણાવ્યું હતું કે, તેને તેની જિંદગીમાં એટલા પૈસા ક્યારે પણ જોયા નથી. કોરોનાને કારણે ઘરમાં 10 રૂપિયા પણ ના હતા, દૂધ ખરીદવાના પૈસા પણ ના હતા. એક સમય તો એવો આવ્યો હતો કે, કોઈને પણ ફોન કરીએ તો બધાને એવું લાગતું હતું કે, પૈસા માંગશે. જેના કારણે કોઈ ફોન ઉપાડતું ના હતું. આ દરમિયાન તેના મિત્રોએ તેને મદદ કરી હતી. રેખાનું માનવું છે કે, આટલી મદદ તો કોઈ સગા પણ ના કરી શકે.

વધુમાં રેખા રાનીએ જણાવ્યું હતું કે, કેબીસીમાં સિલેક્ટ થયા બાદ સૌથી વધુ ખુશી અમિતાભ બચ્ચનને મળીને થઇ હતી. રેખાએ ક્યારે પણ સપનામાં પણ વિચાર્યું ના હતું કે, તે અમિતાભને મળી શકશે. આ સાથે જ જણાવ્યું હતું કે,12માં સવાલ સુધી પહોંચતા-પહોંચતા બધી જ લાઇફલાઈનનો ઉપયોગ કરી ચુકી હતી. 12મોં સવાલ થોડો અઘરો હતો. જેનો જવાબ આપીને તે સાડા બાર લાખ જીતી શકતી હતી. પરંતુ જો જવાબ ખોટો હોય તો ફક્ત 3.2 લાખ રૂપિયા જ મળી શકે એમ હતા. તેથી તેને આ રમતને છોડીને 6.4 લાખ રૂપિયા જીત્યા હતા.

Image source

રેખા રાણીના પિતા સુરેન્દ્રએ જણાવ્યું હતું કે તેણે આટલા પૈસા કદી જોયા નથી પરંતુ તેમની પુત્રીએ તેના માટે શક્ય કર્યું છે. વધુમાં કહ્યું કે તેમને આજે આ સન્માન તેમની પુત્રીને કારણે મળ્યું છે. મિત્રો અને સંબંધીઓના ફોન પર ફોન આવી રહ્યા છે. રેખા રાણીની જીત પર પડોશીઓ મીઠાઇ વહેંચી અને ઘરે આવીને અભિનંદન પાઠવ્યા. પિતાએ કહ્યું કે, રેખાની સફળતાથી હવે તેના અન્ય બે બાળકોને પણ સખત અભ્યાસ કરવાની પ્રેરણા મળશે.

કેબીસીના સેટ પર, રેખા રાનીએ કહ્યું હતું કે શાહરૂખ ખાન તેનો પ્રિય અભિનેતા હતો અને જ્યારે અમિતાભે શાહરૂખને ‘મોહબ્બતેન’માં ઠપકો આપ્યો ત્યારે ખૂબ ખરાબ લાગ્યું લાગ્યું હતું. બિગ બીની ‘કભી ખુશી કભી ગમ’માં શાહરૂખને ઘરની બહાર કાઢી દેવામાં આવ્યો હતો. રેખા તે ફિલ્મ વિષે કહે છે કે તે સમયે તે બહુ જ નાની હતી અને ખૂબ રડી હતી. આ પછી અમિતાભ કહે છે કે તે દુ: ખી છે કે તેણે રેખા રાણીના હૃદયને ઠેસ પહોંચાડી છે. આ માટે તેણે હાથ જોડીને શાહરૂખ ખાનની માફી માંગી હતી અને જ્યારે પણ તે શાહરૂખને મળશે ત્યારે આ માટે તેમની પાસે માફી માંગી લેશે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on