જીવનશૈલી મનોરંજન

આખરે કોના નામનુ સિંદુર લગાવે છે રેખા? જાણો આ રહસ્ય પાછળની હકીકત

ફેમસ અદાકારા અભિનેત્રી રેખા આજે એટલે કે 10 ઓક્ટોબરના રોજ 65 વર્ષની થઇ ચુકી છે.સ્ક્રીન પાછળના તેના જીવન વિશે ખુબ ઓછા લોકોને જાણ હશે. રેખાએ એક કરતા વધારે લગ્ન કર્યા પણ આજ સુધી પતિનું સુખ મળ્યું ન હતું.

Image Source

તેના પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી જેના પછી અભિનેતા વિનોદ મેહરા સાથે પણ લગ્ન કરી લેવાની વાતો સામે આવી હતી પણ આ બધી વાતોને ખોટી જણાવવામાં આવી હતી. રેખાને હંમેશાથી એક સાચા પ્રેમની શોધ રહી હતી પણ તેની આ શોધ મંજિલ સુધી પહોંચી શકી ન હતી.

Image Source

રેખાનું જીવન અનેક રહસ્યોથી ભરેલું છે જેમાનું એક રહસ્ય એ છે કે આખરે તે કોના નામનું સિંદૂર આજ સુધી લગાવતી આવી છે. રેખાને કોઈ ઇવેન્ટ કે પાર્ટીમાં હંમેશા સિંદૂર લગાવીને જ જોવામાં આવી છે. તેના પતિનું નિધન થઇ ચૂક્યું છે છતાં પણ તે કોના નામનો સેંથો માથામાં સજાવીને રાખે છે?

Image Source

અમુક સમય પહેલા રેખાની બાયોગ્રાફી રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી માં તેના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો સામે આવ્યા હતા. આ પુસ્તક યાસિર ઉસ્માન દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તકના લોન્ચ થયા પછી એ ખબર વાઇરલ થવા લાગી કે રેખા સંજય દત્તના નામનું સિંદૂર પોતાના માથા પર લગાવે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ બાબત પુસ્તકમાં જ લખેલી છે.

Image Source

આ ખબર આવ્યા પછી યાસિર ઉષ્માને જ આ વાત પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે,” આ ખોટી વાત છે, આ બાબત માત્ર એક અફવાહ છે. પુસ્તકમાં એવું કંઈપણ લખેલું નથી. લોકો યોગ્ય રીતે વાંચતા નથી”.

Image Source

યાસિરે એ પણ કહ્યું કે,”રેખા અને સંજય દત્તએ 1984 માં આવેલી ફિલ્મ ‘જમીન આસમાન’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી જ તેઓના અફેરની ચર્ચાઓ આવવા લાગી હતી. આ સિવાય એ અફવાહ પણ ઉડવા લાગી હતી કે બંન્નેએ લગ્ન કરી લીધા છે. અફવાહ વધી ગઈ તો સંજય દત્તએ પણ એક ઇન્ટરવ્યૂમાં આ ખબરને ખોટી જણાવી હતી”.

Image Source

યાસિરે જણાવ્યું કે સંજય અને રેખાએ ક્યારેય લગ્ન કર્યા નથી. તેનાથી એ સ્પષ્ટ છે કે રેખાની બાયોગ્રાફીમાં એવી કોઈ જ વાત લખવામાં આવી નથી. સંજય તે સમયમાં પોતાના વ્યક્તિગત જીવનથી ચિંતિત હતા માટે રેખાએ માત્ર તેની મદદ કરી હતી કેમ કે રેખા પણ એક સમયે આવા દર્દમાંથી પસાર થઇ ચુકી હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.