રેખાના પતિએ લગ્નના 6-7 મહિનામાં આ કારણે ટૂંકાવ્યુ જીવન, કંઇક આવુ હતુ બંનેનુ લગ્ન જીવન, જાણો

રેખાના પતિ પરમેશ્વર ઘણા હેન્ડસમ હતા પણ લગ્નના બસ 7 જ મહિનામાં જ આ કારણથી જિંદગી ટૂંકાવી દીધેલી

બોલિવુડની શાનદાર અને સદાબહાર અભિનેત્રી રેખાએ તેની અદાકારીથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. દાયકાઓ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધાક જમાવવા વાળી અભિનેત્રી રેખાને કોણ નથી જાણતુ. આજે પણ તેને કોઇ ઓળખની જરૂર નથી.

Image source

65 વર્ષની રેખા આજે પણ એટલી જ ખૂબસુરત લાગે છે. તેઓ આજે પણ એટલા ખૂબસુરત દેખાય છે કે, જે તેમને જુએ તો નજર ત્યાંથી હટાવી જ શકાતી નથી. રેખાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે બહુ ખાસ નથી. તેમણે ઘણા ખરાબ દિવસો પણ જોયા છે. રેખા પર આરોપ હતો કે, તેમના પતિ મુકેશ અગ્રવાલે તેમના કારણે આત્મહત્યા કરી.

Image source

કયારેક રેખા અમિતાભ બચ્ચન સાથે તો ક્યારેક વિનોદ મહેરા સાથેના અફેરને કારણે હેડલાઇન્સમાં રહેતી હતી. તેમની માંગનું સિંદૂર આજે પણ લોકો માટે રહસ્ય બની રહ્યું છે. કોઇને એ ખબર નથી કે, રેખા તેની માંગમાં સિંદૂર કોના નામનું લગાવે છે. કારણ કે અસલ જીવનમાં તો રેખા સુહાગન નથી. રેખાએ તેમના જીવનમાં પ્રેમ તો ઘણીવાર કર્યો પરંતુ તેમને કોઇ જીવનસાથીનો સાથ મળી શક્યો નહિ.

વર્ષ 1990માં રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના કેટલાક મહિનાઓ પછી રેખા તેમનાથી ખૂબ દૂર રહેવા લાગી. અહેવાલો અનુસાર, રેખા થોડા મહિનામાં જ તેના લગ્નથી કંટાળી ગઈ હતી અને તે મુકેશ સાથે રહેવા માંગતી નહોતી. તેમના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં.

Image source

મુકેશે રેખાની નજીક જવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ તે પોતાનો વિચાર બદલી શક્યો નહીં અને હતાશામાં ગયો. છેવટે, મુકેશે સંજોગો ગુમાવ્યા બાદ લગ્નના 7 મહિના પછી 1991માં દુનિયા છોડીને ચાલ્યો ગયો. મુકેશ અગ્રવાલ તે સમયે મશહૂર હોટલાઇન ગ્રુપ અને નિકિતાશા બ્રાંડના માલિક હતા. વર્ષ 1991માં મુકેશ અગ્રવાલે દુપટ્ટાથી ફાંસી લગાવી જીવન ટૂંકાવી લીધુ હતુ. ત્યારે એવું કહેવામાં આવ્યુ હતુ કે, તે રેખાનો દુપટ્ટો હતો.

Image source

રેખા અને મુકેશ અગ્રવાલને મશહૂર ફેશન ડિઝાઇનર બીના રમાનીએ મળાવ્યા હતા. રેખા ઘણીવાર તેમની મિત્ર બીના રમાનીને મળવા દિલ્હી આવતી હતી. આ દરમિયાન રેખાએ બીના સામે લગ્ન કરીને સેટ થવાની વાત મૂકી હતી.

Image source

બીના રમાનીએ ત્યારે તેમના ક્રેઝી ફેન મુકેશ અગ્રવાલ વિશે જણાવ્યુ અને બીનાના ઘણુ કહેવા બાદ રેખાએ પહેલી વાર મુકેશ અગ્રવાલ સાથે ફોન પર વાત કરી હતી. ધીરે ધીરે બંને મિત્ર બન્યા અને તે બાદ મુકેશે રેખાન લગ્ન માટે પ્રપોઝ કર્યુ અને રેખા ના કહી શકયા નહિ. તે જ સાંજે રેખાએ અને મુકેશે મુક્તેશ્વર દેવાલયમાં લગ્ન કરી લીધા.

લગ્ન બાદ તરત જ તેઓ હનિમુન માટે રવાના થઇ ગયા. મુકેશ અગ્રવાલ વિશે વાત કરતા તેમના એક મિત્રએ જણાવ્યુ હતુ કે, તે ખૂબ જ સારા માણસ હતા. પરંતુ તેમના સાથે એક સમસ્યા હતી કે તે બતાવવા માંગતા હતા કે, તેમણે દુનિયામાં ઘણુ બધુ હાંસિલ કરી લીધુ છે.

હનિમુન દરમિયાન રેખાને ખબર પડી કે મુકેશ અગ્રવાલે તેમના જીવનના ઘણા રાજ છૂપાવ્યા છે. મુકેશે રેખાને જણાવ્યુ નહતુ કે તેઓ ડિપ્રેશનનો શિકાર છે અને લાંબા સમયથી દવાઓ લઇ રહ્યા છે.

Image source

લગ્નના થોડા મહિના બાદ જ ફિલ્મોમાં કામ કરવા માટે રેખા મુંબઇ પાછી આવી ગઇ. મુકેશ ઘણીવાર તેમના પર દબાણ કરતા કે તે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દે અને દિલ્હીમાં સેટલ થઇ જાય. લગ્નના લગભગ 6 મહિનાની અંદર જ રેખાએ મુકેશને તલાકની નોટિસ મોકલી દીધી હતી. પરંતુ મુકેશ રેખાને તલાક આપવા માંગતા ન હતા અને 2 ઓક્ટોબર 1990ના રોજ મુકેશે તેમના ફાર્મ હાઉસ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

Image source

જનસત્તાના રીપોર્ટ અનુસાર, મુકેશ અગ્રવાલે આત્મહત્યા કર્યા પહેલા જે નોટ લખી હતી તેમાં ખાસ કોઇ ઉલ્લેખ હતો નહિ કે, તેમની મોત માટે કોને દોષ આપવામાં આવે. તેમણે પોતાના નોટમાં લખ્યુ હતુ કે, તેમનો ભાઇ તેમની મિત્ર આકાશ બજાજ અને તેમના બંને બાળકોની દેખરેખ રાખે. આકાશ બજાજ મુકેશ અગ્રવાલની ડિપ્રેશનની ડોકટર હતી.

રેખા પર પુસ્તક લખનાર યાસિર ઉસ્માન જણાવે છે કે, મુકેશ અગ્રવાલે તેમની નોટમાં એ લખ્યુ હતુ કે, મારી સંપત્તિમાંથી રેખાને કંઇ નહિ મળે. હું તેમના માટે કંઇ મૂકીને જતો નથી. તે પોતે કમાવવામાં સક્ષમ છે.

Shah Jina