મનોરંજન

Birthday Special: રેખાએ ઐશ્વર્યા માટે લખ્યો હતો પત્ર, વાંચીને અમિતાભ બચ્ચન પણ થઈ જશે ભાવુક

બોલીવુડ અભિનેત્રી રેખા અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનના સંબંધ વિશે દરેક લોકો જાણે જ છે. મોટાભાગે તેઓને એક બીજા પ્રત્યે સન્માન અને પ્રેમ જાહિર કરતા જોવામાં આવે છે. હાલ માં જ એક મેગેઝીનમાં રેખા એ ઐશ્વર્યા માટે લેટર લખ્યો છે, જેને વાંચીને દરેક લોકો ભાવુક થઇ જાશે. તેણે આ લેટરમાં જણાવ્યું છે કે ઐશનો કયો એવો રોલ છે, જેનાથી તે સૌથી વધુ પ્રભાવિત થઇ છે.

રેખા અને અમિતાબે ભલે આજે એક બીજાથી દુરી બનાવી લીધી હોય, પણ વહુ ઐશ અને રેખાની બોન્ડીંગ ખુબ જ સ્ટ્રોંગ છે. સાથે જ રેખા ઐશને લઈને ખુબ જ પ્રોટેક્ટીવ રહી છે.

મેગેઝીનમાં લખ્યો ઓપન લેટર:

રેખાએ ઐશના નામ પર એક મૈગ્ઝીનમાં ઈમોશનલ લેટર લખીને પોતાનો પ્રેમ જાહિર કર્યો છે. રેખાએ આ સુંદર ખતની શરૂઆત ‘मेरी ऐश’ લખીને કરી અને અંત ખુદ ને ‘रेखा मां’ બતાવીને કર્યો છે. રેખાએ લેટરમાં ઐશના ઘણા એવા કીરદારો પર વાત કરતા જણાવ્યું કે તે દરેક રોલ બખૂબીથી નિભાવ્યો છે પછી તે રીયલ લાઈફ સાથે જોડાયેલો હોય કે પછી રીલ લાઈફ સાથે. રેખાએ કહ્યું કે, ”તારા જેવી મહિલા તે નદીની જેમ હોય છે, જે વગર કોઈ ઢોંગ કે બનાવટથી ના આગળ વધવા માંગતી હોય છે અને પોતાની મંઝીલ પર તે ઈરાદા સાથે પહોંચે છે, કે તે પોતાની આ ઓળખ ગુમાવા નથી દેતી. તું તે વાતની એક જીવતી-જાગતી મિસાલ છે કે સાહસ દરેક વિશેષતાઓ માં સૌથી મહત્વપૂર્ણ છે, હિંમત વગર નૈતિકતાનું લગાતાર પાલન નથી કરી શકાતું”.

તેણે આગળ લખ્યું કે, ”તું તારા પોતાનામાં સંપૂર્ણ છે, તારે કોઈને કાઈપણ સાબિત કરવાની જરૂર નથી. બેબી, તે ખુબ જ લાંબો સફર પસાર કર્યો છે, ઘણી એવી રુકાવટોને પણ પાર કરી છે અને અચંભીત રૂપથી ઊંચાઈ હાંસિલ કરી છે”.

રેખાએ આગળ જણાવ્યું કે, ”જે પણ રોલ મળ્યા, તેને તે બેહતર નિભાવ્યા છે, પણ આરાધ્યાની મોમનો રોલ મને સૌથી વધુ ખુશી આપે છે. તારા માટે અગણિત ખુશીની દુઆ કરું છું. ખુબ સારો પ્રેમ. હંમેશા જીવિત રહે તું, રેખા માં”.જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય રેખાને ‘માં’ કહીને જ સંબોધે છે. પોતાની ફિલ્મ ‘જજ્બા’ માટે રેખાના હાથે જ એવોર્ડ મેળવ્યા પર ઐશે કહ્યું કે, ”માંના હાથે આ રીતે એવોર્ડ મળવો તે એક સન્માનની વાત છે”. તેના પર રેખાએ કહ્યું કે હું ઉમ્મીદ કરું છું કે તે આવનારા ઘણા વર્ષો સુધી તેને આવી જ રીતે પુરસ્કાર આપતી રહે.

રેખાએ ઐશના નામ પર આ લેટર એટલા માટે લખ્યો કેમ કે ઐશે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના બે દશકની સફરને 2018માં પૂર્ણ કરી ચુકી છે. આ લેટરરેખાએ 2018માં માર્ચ મહિનામાં લખ્યો હતો. વર્ષ 1994 માં મિસ વર્લ્ડ બનેલી ઐશે વર્ષ 1997 માં સાઉથ ફિલ્મ ‘ઈરૂવર’ દ્વારા બોલીવુડમાં કદમ રાખ્યો હતો. તેના બાદ બોબી દેઓલ સાથે ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

પોતાના 20 વર્ષના કેરિયરમાં ઐશે ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘તાલ’, ‘દેવદાસ’, ‘મોહબ્બતે’, ‘રાવણ’ અને ‘જજ્બા’ જેવી ઘણી સુપર હીટ ફિલ્મો આપી છે. તેની અપકમિંગ ફિલ્મ ફન્ને ખાં’ જલ્દી જ રીલીઝ થવા જઈ રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.