જ્યોતિષ શાસ્ત્ર

હાથોની આ રેખાથી જાણો તમારા ધનવાન બનવાના ચાંસ….

મહેનતનું કોઈ શોર્ટકટ નથી હોતું છતાં પણ ઘણીવાર સફળ અને ધનવાન બનવામાં ભાગ્યનો સાથ મળવો પણ ખુબ જરૂરી છે. શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે તમારા હાથમાં રહેલી રેખાઓ તમારા જીવન વિશે શું કહે છે? આ રેખાઓની મદદથી તમારી આર્થિક સ્થિતિનો પણ અંદાજો લગાવી શકાય છે. હાથની ઘણી રેખાઓને વાંચીને એ જાણી શકાય છે કે તમે ધનવાન બની શકશો કે નહીં.

Image Source

હસ્તરેખાશાસ્ત્રમાં ઘણી રેખાઓ હોય છે. રિંગ ફિંગર અને સૌથી નાની આંગળીની નીચે સીધી રેખાને ધનની રેખા(મની લાઈન) કહેવામાં આવે છે.

Image Source

જો તમારા હાથમાં પણ આવી રેખા છે તો પૈસાની બાબતમાં તમે ખુબ જ સ્માર્ટ છો અને ભવિષ્યમાં ખુબ જ પૈસા કમાઈ શકશો.જો તમારી સૂર્યરેખા પણ સીધી અને સ્પષ્ટ છે તો તેનો અર્થ છે કે તમે તમારા જીવનમાં ધનપ્રાપ્તિ અને પ્રસિદ્ધિ બંને કમાશો.

Image Source

જો તમારી ધનની રેખા સીધી નહિ પણ વળાંક વાળી છે તો તેનો અર્થ એ છે કે તમારી પાસે ધન ક્યારેય સ્થિર નહીં રહે, તે આવતું-જાતું રહેશે. તમારા કેરિયર અને બિઝનેસમાં ઘણી સમસ્યાઓ પણ આવશે. તમને તમારા જીવનમાં ધન તો મળી શકશે પણ તેના માટે તમારે તનતોડ મહેનત કરવાની રહેશે.

Image Source

જો તમારા હાથમાં ધનની રેખા ત્રુટક કે રોકાઈ રોકાઈને બનેલી છે તો તેનો અર્થ એ છે કે પૈસાની બાબતમાં તમે બિલકુલ પણ નસીબદાર નથી. કેરીયેર કે બિઝનેસમાં ઘણી કઠિનાઈઓનો સામનો કરવો પડી શકશે.જો તમારી અંદર ધૈર્યની ખામી છે તો પછી ધનવાન બનવાના ચાન્સ એકદમ ઓછા છે. જો તમે ધનવાન બનવા માગો છો તો ધૈર્ય અને સંયમ બનાવી રાખો.

Image Source

આ સિવાય અન્ય રેખાઓ પણ ધનવાન બનાવના ચાંસ દેખાડે છે.
જો એક સીધી રેખા શનિ પર્વતથી થઈને સીધી તમારી ધનની રેખા તમારા ભાગ્યની રેખાથી ઉપરથી નીકળે છે તો તમે ખુબજ નસીબવાળા છો. આ સ્થિતિમાં સીધી રેખાનું હોવું ધનની બાબતમાં ખુબ જ શુભ હોય છે. આવા લોકો પોતાના પૂર્વજો માટે સારા કર્મોને લીધે ધનવાન બને છે.

Image Source

જો તમારી હથેળીમાં ભાગ્ય રેખા અને હૃદય રેખાની મદદથી ત્રિકોણ બને છે તો તે ધનલાભ તરફ ઈશારો કરે છે.આ નિશાનનો અર્થ છે કે તમે અલગ જ સ્ત્રોતમાં ધન કમાશો.

Image Source

આ સિવાય…
1. જો તમારી હથેળી પર એક એવી રેખા છે જે તમારા અંગુઠાથી શરૂ થાય છે અને તેનો બીજો છેડો નાની આંગળી સુધી જાય છે તો તમે તમારા પરિવારથી પૈસા લેવામાં કામિયાબ રહેશો. તમે તમારા ખાનદાનની જમીન-પ્રોપર્ટીથી લાભ મેળવી શકશો,કે પછી લગ્ન પછી તમને ધનલાભ મળશે.

2.જો તમારી સૂર્યરેખામાંથી કોઈ શાખા નીકળી રહી છે અને નાની આંગળીની તરફ વધેલી છે તો તેનો અર્થ એ છે કે તમે એક બિઝનેસ માઇન્ડેડ છો અને તમને અન્ય લોકોથી હંમેશા મદદ મળતી રહેશે. તમે પૈસા સાંભળવામાં માહિર હશો માટે તમારી પાસે ધનની સંભાવના વધારે રહેશે.

3.જો તમારા અંગુઠાની પાસે આવી રેખા છે જે પહેલી આંગળી તરફ આવી રહી છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ સમજદાર અને બુદ્ધિમાન છે.

Image Source

જ્યોતિષશાસ્ત્રના અનુસાર સોફ્ટ અને જાડી હથેળી વાળા વ્યક્તિને દૌલત-શૌહરત બંને જ મળે છે.તેનાથી ઉલટું કઠોર અને પાતળી હથેળી વાળા લોકોને પૈસા માટે ખુબ સંઘર્ષ કરવો પડે છે.

Image Source

જો તમારી હથેળીનો રંગ સફેદ છે તો તમારા કોઈ ધનવાન છોકરા કે છોકરી સાથે લગ્ન થાશે. જો તમારી હથેળીનો રંગ લાલ છે તો તમે ઓછા પૈસા કમાઈ શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks