ખબર

કોરોનાની ગાઇડલાઇનમાં થયો ફેરવાર: લગ્ન કરવા હોય તો આવી ગયો નવો નિયમ- જાણો ફટાફટ

ગુજરાતમાં કોવિડનો રાફડો ફાટ્યો છે એવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13105 ન્યુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોવિડને કારણે 137 દર્દીની ડેથ થઇ છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 5010 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 4 લાખ 53 હજાર 836 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધી 5877 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 78.41 ટકાએ પહોંચી ગયો છે.

Image Source

હવે કોવિડ મહામારીને લઈ રાજ્ય પોલીસ વડા એક્શનમાં આવ્યાં છે. કોવિડના નિયમોનુ કડક પાલન કરાવવા સુચના આપવામાં આવી છે. મેરેજમાં ગાઈડલાઈનનુ પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ DGP દ્વારા કહેવામાં આવ્યું છે કે લગ્ન માટે ઓનલાઈન રજીસ્ટર કરાવવી જરૂરી છે. નિયમ ભંગ કરશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

Image source

સાહેબે વધુમાં જણાવ્યું કે ચાર મહાનગરો સહિત જે 20 સિટીમાં કર્ફ્યૂ લાગુ છે. ત્યાં લોકો રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી ઘરની બહાર નિકળે નહીં. જો લોકો નિયમનો ભંગ કરશે તો સીધા પગલાં લેવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે, જે સરકારની એસઓપી છે, તેનું ખાસ પાલન કરવું પડશે.