અમિતાભની રોલ્સ રૉયસ કાર સલમાન ચલાવી રહ્યો હતો, પોલીસે કરોડોની રોલ્સ રૉયસ જપ્ત કરી- જુઓ

બોલીવુડના મહાનાયક તેમની ફિલ્મો અને અભિનયના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, થોડા જ દિવસમાં અમિતાભની ફિલ્મ “ચહેરે” પણ પડદા ઉપર આવવા જઈ રહી છે. ત્યારે હાલમાં અમિતાભ  બચ્ચન એક બીજા કારણે ચર્ચામાં આવી ગયા છે. પોલીસે અમિતાભ બચ્ચનના નામ ઉપર રજીસ્ટર્ડ થયેલી રોલ્સ રોય કારણે જપ્ત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક બેંગલુરુ પરિવહન વિભાગ દ્વારા યુબી સીટી વિભાગઈ એક પછી એક એમ 7 લક્ઝુરિયસ કારને નિયમોની અનદેખી કરવાના આરોપમાં સિજ઼ કરી છે. ખાસ વાત તો એ છે કે આ 7 ગાડીઓમાં અમિતાભ બચ્ચનના નામ ઉપર રજીસ્ટર્ડ થયેલી રોલ્સ રોય ફેન્ટમ કાર પણ સામેલ છે. આ એજ કાર છે જે વિધુ વિનોદ ચોપડાએ મહાનાયક અમિતાભ બચ્ચનને કાર ભેટમાં આપી હતી.

જો કે બાદમાં અમિતાભ બચ્ચને આ કારને યુશુફ શરીફને  વેચી દીધી હતી. ખાસ વાત તો એ રહી કે જયારે પોલીસે આ કારને સીઝ કરી ત્યારે તેમાં બેઠેલા ડ્રાઈવરનું નામ સાંભળી અને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી, અને આ દરમિયાન એક મજેદાર ઘટના પણ ઘટી ગઈ. આ કારની ઓનરશિપ હજુ ટ્રાન્સફર નહોતી થઇ જેના કારણે આ કાર હજુ અમિતાભના નામે જ દાખલ હતી.

પરિવહન વિભાગ દ્વારા જયારે MH 02 BB 2 નંબર પ્લેટ વાળી રોલ્સ રોય ફેન્ટમ કારને જપ્ત કરી તો ખબર પડી કે આ કાર અમિતાભના નામ ઉપર જ રજીસ્ટર્ડ છે. જયારે આ કારને ચલાવી રહેલા વ્યક્તિએ પોતાનું નામ સલમાન ખાન જણાવ્યું ત્યારે પોલીસ પણ હેરાન રહી ગઈ. 35 વર્ષના સલમાન ખાને પોલીસ અધિકારીઓને જણાવ્યું કે તેના પિતાએ અમિતાભ બચ્ચન પાસેથી આ કાર ખરીદી છે.

Niraj Patel