રામનવમીના તહેવાર ઉપર રીવાબા જાડેજાએ જીતી લીધા સૌના દિલ, શોભાયાત્રા દરમિયાન કર્યું એવું સુંદર કામ કે જોઈને તમે પણ કરશો સલામ, જુઓ વીડિયો

રીવાબા જાડેજાએ ફરી મહેકાવી માનવતા, રામનવમીની શોભાયાત્રા દરમિયાન કર્યું ખુબ જ સુંદર કામ, લોકોએ કોમેન્ટ કરીને કર્યા ભરપૂર વખાણ

ગઈકાલે દેશભરમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન દેશભરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જ્યાં ઘણા લોકોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો અને ઘણા લોકોએ પોતાના સેવાકીય કાર્યોની પણ એક ઝલક બતાવી હતી.

ત્યારે જામનગરમાં પણ પ્રભુ શ્રી રામના જન્મ દિવસે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ શોભાયાત્રાની ઘણી તસવીરો અને વીડિયો ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા છે.

સોશિયલ મીડિયામાં આ તસવીરો અને વીડિયો સામે આવતા જ લોકો રીવાબાના સેવાકીય કાર્યોના ખુબ જ વખાણ કરી રહ્યા છે. સામે આવેલી તસ્વીરોમાં રિવાબા શોભાયાત્રામાં સામેલ સૌ લોકોને પ્રસાદીનુ વિતરણ કરતા જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત તેઓ શોભાયાત્રામાં પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે.

રીવાબાએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “જામનગર શહેરમાં ‘હિન્દુ ઉત્સવ સમિતિ’ અને ‘મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ’ના નેતૃત્વ હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ-સંગઠનો-મંડળો દ્વારા પૂર્ણપુરૂષોત્તમ શ્રી રામજીના પ્રાગટ્ય દિવસ “રામનવમી” નિમિત્તે પરંપરાગત શોભાયાત્રા તળાવની પાળ “બાલા હનુમાનજી”ના મંદિરથી પ્રારંભ થઈ જામનગરના મુખ્ય રાજમાર્ગો ઉપર તેમજ વિવિધ સ્થળોએ ભાવપૂર્ણ “રામસવારી”નું સ્વાગત કરવામાં આવ્યું, આ શુભ અવસરે અમારા “શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ” દ્વારા પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી. જય શ્રી રામ”

સામે આવેલી તસવીરો અને વીડિયોમાં રીવાબા પ્રભુ શ્રી રામના ચરણોમાં માથું પણ નમાવતા જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત ત્યાં પ્રસાદી લેવા માટે આવી રહેલા તમામ લોકોને પ્રેમથી અને હસતા મોઢે પ્રસાદીનું વિતરણ પણ કરતા જોવા મળી રહ્યા છે. રીવાબાનું આ સેવાકીય કાર્ય તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

આ પહેલીવાર નથી જયારે રીવાબા તેમના સેવાકીય કાર્યો દ્વારા ચર્ચામાં આવ્યા હોય, આ પહેલા પણ ઘણીવાર રીવાબાએ એવા એવા સેવાકીય કાર્યો કર્યા છે જેનાથી તેમને સામાન્ય જનતાની વચ્ચે એક આગવું નામ અને માન મેળવ્યું છે. તે વિવિધ તહેવારો ઉપર અને પોતાના જન્મ દિવસ ઉપર પણ આવા સેવાકીય કાર્યો દ્વારા જનતાનું હંમેશા દિલ જીતતા રહે છે.

રીવાબા પતિ રવિન્દ્ર જાડેજા હાલ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનું નૈતૃત્વ સંભાળી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કપ્તાની છોડ્યા બાદ રવિન્દ્ર જાડેજાને સુકાની પદ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ પોતાની ચાર મેચમાં હજુ સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ પોતાની જીતનું ખાતું નથી ખોલાવી શકી. જોકે હજુ આઇપીએલની ઘણી મેચ બાકી છે અને ચેન્નાઇ સુપર કિંગ્સ આગળના સમયમાં ચાહકોને નિરાશ નહીં કરે તેવી આશા પણ સેવાઈ રહી છે.

Niraj Patel