ચૂંટણીમાં ઉભા રહેલા રીવાબામાં પ્રચારમાં જોવા મળશે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ? જુઓ પતિ રવિન્દ્ર જાડેજાએ વીડિયો શેર કરીને શું કહ્યું ?

“રાજકીય મેચમાં રીવાબાએ હજુ ડેબ્યુ કર્યું છે.” રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને ચૂંટણીની ટિકિટ મળતા શું કહ્યું ? વાયરલ થયો વીડિયો

ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ચૂંટણી યોજાવવાની છે, ત્યારે હાલમાં દરેક પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવે છે, જેમાં ટિકિટની રેસમાં રહેલા ઘણા લોકોમાંથી કોઈને ટિકિટ મળતા ખુશી જોવા મળી છે તો કોઈને નારાજગી, ત્યારે આ ચૂંટણીમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ ટિકિટ મળી ગઈ છે અને તેઓ ચૂંટણી લડશે.

રીવાબા જાડેજા જામનગરની ઉત્તર બેઠક પરથી ચુટંણી લડવાના છે, ત્યારે આજે જામનગરમાં 78 ઉત્તર અને 79 દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણીના કાર્યલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે હાજર રહેલા રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે “રાજકીય મેચમાં રીવાબાએ હજુ ડેબ્યુ કર્યું છે, તેની રાજકીય કારકિર્દીની હજુ શરૂઆત છે, આ ફિલ્ડમાં હજુ તેને ઘણું શીખવાનું છે. હું આશા રાખુ છું કે તે બહુ પ્રગતિ કરે.”

આ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે રવિન્દ્ર જાડેજા ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ અધ્યક્ષ આરસી ફળદુએ પણ હાજરી આપી હતી. આ પહેલા રવિન્દ્ર જાડેજાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ કરી હતી, જેમાં ફોર્મ ભરવા જતા સમયે માહોલને વિજય ઉત્સવ બનાવવા માટે જામનગર વાસીઓ અને તેમના ચાહકોને વિનંતી કરી હતી.

તમને જણાવી દઈએ કે રીવાબા જાડેજાનો પરિવાર પણ રાજકારણ સાથે જ જોડાયેલો છે. રીવાબા પણ સતત લોકસેવાના કર્યો કરે છે અને તેમના કાર્યોની ઝલક પણ તેઓ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, તેમના પરિવાર કે ઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય છે તે કોઈને કોઈ સેવાનું શુભ કાર્ય કરીને લોકોના દિલ જીતી લે છે. તો તેમના પતિ રવિન્દ્ર જાડેજા પણ ભારતીય ટીમના એક નામી ખેલાડી છે જેના કારણે ચૂંટણીમાં રીવાબા માટે ટિમ ઇન્ડિયાના કોઈ ખેલાડી પ્રચાર કરતા જોવા મળે તો પણ નવાઈ નથી. જો કે હજુ સુધી રવિન્દ્ર જાડેજા સાથે ટીમના ખેલાડીઓ પ્રચાર કરશે કે નહિ તે અંગે કોઈ વાત નથી થઇ. તેમને જણાવ્યું કે હું ફોન કરું છું બધાને.

Niraj Patel