નવજાત બાળકીને મામાના ખોળામાં મૂકીને પરીક્ષા આપવા ગઈ પરણિતા, તો પરીક્ષા હોલમાં ઉતારવા પડ્યા મંગળસૂત્ર અને કાનની વારી

ઘણા યુવક યુવતીઓ સર્પધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા છે અને ઓનલાઇન ફોર્મ ભરી અને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા હોય છે, ત્યારે હાલમાં જ 26 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં ઇતિહાસની સૌથી મોટી REETની પરીક્ષા યોજાઈ. જેમાં જયપુર શહેરના રસ્તાઓ ઉપર સવારે 7 વાગ્યાથી જ વાહનોની રેલમછેલ શરૂ થઇ ગઈ હતી. પરીક્ષા દરમિયાન ઘણા ભાવુક કરી દેનારા દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

જેમાંથી જયપુરના દરબાર સ્કૂલની બહાર એક ગાડીની અંદર એક યુવક એક મહિનાની નવજાત બાળકીને લઈને બેઠેલો જોવા મળ્યો. યુવકે જણાવ્યું કે તેનું નામ ગણેશ ચૌધરી છે. તે આ બાળકીનો મામા છે અને તેની બહેન રામફુલ ચૌધરી પરીક્ષા આપવા માટે ગઈ છે.રામફુલ સાથે મદદ માટે કોઈ મહિલા નહોતી. જેના કારણે તે તેના ભાઈ ગણેશને લઈને આવી હતી.

પરીક્ષા દરમિયાન સૌથી વધારે મુશ્કેલીઓ મહિલા પરીક્ષાર્થીઓને વેઠવી પડી હતી. નીવારું રોડ ઉપર લક્ષ્મી નગરમાં દરબાર સ્કૂલની બહાર નકલ થતી રોકવા માટે પરીક્ષા કેન્દ્રોની બહાર સિક્યોરિટી સ્ટાફે મહિલા પરીક્ષાર્થીઓને મંગળસૂત્ર, કાનની વારીઓ, દુપટ્ટા અને બંગડીઓ પણ ઉતરાવી હતી. આ ઉપરાંત મહિલા પરીક્ષાર્થીઓની ફૂલ સ્લીવને પણ કાપવામાં આવી હતી.

ઘણી મહિલાઓએ પોતાના પતિ, ભાઈ કે અન્ય કોઈ સંબંધીની મદદ લીધી અને કાતર લઈને સૂટની બાંય, કાનની વાળી કાપતા નજર આવી. તો ઘણા પરીક્ષાર્થીઓએ પોતાની સામાનથી ભરેલી બેગ ગેટ ઉપર જ છોડી અને પરીક્ષા આપવા માટે પણ મજબુર બન્યા હતા.

આ પરીક્ષામાં ચોરી થવાના મામલાઓ પણ સામે આવી રહ્યા હતા. આ પરીક્ષાનું પેપર પણ લિક થયું હોવાની સૂચનાઓ મળી રહી હતી. આ પરીક્ષા રવિવારે 10 વાગે શરૂ થવાની હતી. પરંતુ તેનું પેપર 8.32 કલાકે જ રાજસ્થાન પોલીસના બે કોન્સ્ટેબલના મોબાઈલ ઉપર આવી ગયું હોવાના સમાચાર મળ્યા હતા. તેમની પત્નીઓ આ પરીક્ષા આપી રહી હતી.

પોલીસે એવી ચાર મહિલાઓની ધરપકડ કરી છે જેમની પાસેથી પહેલાથી જ પેપર હાજર હતું. જેમાંથી એક કોન્સ્ટેબલની પત્ની છે અને એક હેડ કોન્સ્ટેબલની પત્ની છે. સરકાર દ્વારા બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. મોડી રાત સુધી આ મામલામાં પોલીસે 8 લોકોની પણ ધરપકડ કરી હતી.

આ પરીક્ષાની ખાસ વાતએ પણ હતી કે સામાન્ય લોકો પરીક્ષાર્થીઓની મદદ માટે આગળ આવ્યા હતા. લોકોએ રસ્તા ઉપર સ્ટોલ લગાવી પરીક્ષાર્થીઓને રસ્તો બતાવવાની સાથે મફત પાણી પીવાની સુવિધા પણ કરી આપી હતી. આ કામની અંદર ઘણા લોકો પણ સાથે મળીને આવા કેન્દ્રો ચલાવી રહ્યા હતા.

ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પરીક્ષા કેન્દ્ર ઉપર ઘણા પરીક્ષાર્થીઓ હેરાન થતા જોવા મળે છે. ઘણા ઓટો ચાલકો અને ટેક્સી ડ્રાઈવર પણ પૈસાની લાલચમાં તેમને ગુમરાહ કરતા જોવા મળતા હોય છે. ત્યારે સ્થાનિક કેટલાક લોકો દ્વારા આ મદદ અભિયાન ચલાવીને લોકોને સેવા પુરી પાડવાનું એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.

તો ઘણા લોકો પરીક્ષા આપવા માટે આવી રહેલા ઉમેદવારો માટે જમવાનું પણ બનાવતા જોવા મળ્યા હતા, જેના કારણે પરીક્ષાર્થીઓને કોઈ તકલીફોનો સામનો ના કરવો પડે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Niraj Patel