આ અભિનેત્રીની મજબૂરીનો ફાયદો ઉઠાવી ડાયરેક્ટરે કરી હતી ગંદી હરકત, કરાવ્યુ હતુ આ ગંદુ કામ

આ અભિનેત્રી હતી મજબૂર અને ડાયરેક્ટરે ઉઠાવ્યો ફાયદો, કરાવ્યુ એવું કામ કે….

જરૂરત માણસને શુ શું કરાવી દે છે. કોઇ જરૂરત આગળ ઘણીવાર માણસ એવા કામ કરવા મજબૂર થઇ જાય છે જેને લઇને તેને બાદમાંં પછતાવો થતો હોય છે. અભિનેત્રી રીના રોય પણ આવી જ એક જરૂરતનો શિકાર થઇ જેનો ફાયદો કેટલાક લોકોએ ઉઠાવ્યો.

પોતાના જમાનાની મશહૂર અભિનેત્રી રીના રોય 64 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 7 જાન્યુઆરી 1957ના રોજ મુંબઇમાં થયો હતો. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી રીના રોયના અફેરના કિસ્સા બી ટાઉનમાં ઘણા ચર્ચામાં રહેતા. તેમણે લાંબા સમય સુધી શત્રુઘ્ન સિંહાને ડેટ કર્યુ પરંતુ તેમનો આ સંબંધ વધુ ચાલી શક્યો નહિ.

રીના રોયે વર્ષ 1972માં ફિલ્મ “જરૂરત”થી ડેબ્યુ કર્યુ હતુ. પોતાની પહેલી ફિલ્મ માટે તેઓને સેમી સીન્સ આપવા પડ્યા હતા. જો કે, રીના રોય ઇંડસ્ટ્રીમાં કોઇને ઓળખતી હતી નહિ. તેઓ કામની શોધ કરી રહ્યા હતા. એવામાં તેમને બી આર ઇશારાની ફિલ્મ “જરૂરત” ઓફર થઇ. રીનાની મજબૂરીનો ફાયદો ઉઠાવી ડાયરેક્ટરે તેમને ઘણા સેમી કરાવ્યા હતા.

બોલિવુડમાં પોતાને સ્થાપિત કરવી રીના માટે કંઇ સરળ ન હતુ. તે જ કારણ હતુ કે તે આ ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગયા હતા. ફિલ્મમાં રીના રોયે ડેની ડેંજોગ્પા અને સ્ટાર્સ સાથે ઘણા ઇંટીમેટ સીન આપ્યા હતા. બી ઇશારાની ફિલ્મ કંઇ ખાસ સફળ ન રહી, પરંતુ આ ફિલ્મમાં બોલ્ડ સીન આપવાને કારણે તેઓ “જરૂરત ગર્લ” નામથી પોપ્યુલર થઇ ગયા.

વર્ષ 1973માં રીના રોયને જીતેન્દ્ર સાથે ફિલ્મ “જેસે કો તેસા”માં કામ કરવાનો મોકો મળ્યો. જે તેના કરિયરની પહેલી સુપરહિટ ફિલ્મ સાબિત થઇ. 1976માં રીના રોયએ 2 હિટ ફિલ્મો “નાગિન” અને “કાલીચરણ” આપી. રાજકુમાર કોહલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ “નાગિન”માં રીનાએ ઇચ્છાધારી નાગિનનો દમદાર રોલ પ્લે કર્યો હતો.

ફિલ્મ “કાલીચરણ” માં પહેલીવાર રીનાએ શત્રુઘ્ન સિંહા સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મથી બંને વચ્ચે નજીકતા આવી હતી અને ધીરે ધીરે તેમના અફેરના કિસ્સા ઇંડસ્ટ્રીમાં મશહૂર થઇ ગયા. બંનેનો પ્રેમ પરવાન વધતો ગયો અને આ કહાનીમાં એક નવો ટ્વીટ્સ આવ્યો. જયારે શત્રુઘ્નની એક મિત્ર પૂનમ સુધી વાત પહોંચી. એવામાં બધાને એવું લાગી રહ્યુ હતુ કે શત્રુઘ્ન અને રીના રોય જલ્દી જ લગ્ન કરશે પરંતુ વર્ષ 1980માં શત્રુઘ્ન સિંહાએ પૂનમ સાથે લગ્ન કરીને બધાનો ચોંકાવી દીધા હતા.

પૂનમ સિંહા સાથે લગ્ન કર્યા બાદ તેઓ છૂપી રીતે રીના રોયને મળતા હતા. તે વાત રીનાને સહન થઇ નહિ અને તેમણે શત્રુઘ્નને અલ્ટીમેટમ આપ્યુ કે જજો તેઓ 8 દિવસમાં લગ્ન નહિ કરે તો તે કોઇ બીજા સાથે લગ્ન કરી લેશે. રીના રોયે 1989માં ક્રિકેટરથી અભિનેતા બનેલ મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

તમને જણાવી દઇએ કે, રીના રોયે તેમના કરિયરમાં 100થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે ઘણી બધી હિટ ફિલ્મો પણ આપી છે.

Shah Jina