આમિર ખાનની પહેલી પત્ની રિના અત્યારે કેવી દેખાય છે? જુઓ

આમિર ખાને પહેલી પત્નીને તલાક સમયે કેટલા કરોડ ચૂકવ્યા જાણો છો? પગ નીચેથી જમીન ખસી જશે

બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાને તેમની બીજી પત્ની કિરણ રાવ સાથે તલાક લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા દિવસોમાં જ કપલે એક નિવેદજન જારી કરી આ વિશે જાણકારી આપી હતી. આમિર ખાન અને કિરણ રાવે 15 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમણે નિવેદન જારી કરી કહ્યુ કે તેમના વચ્ચે કારોબારી સંબંધ બન્યો રહેશે.

આ ઉપરાંત તેમણે કહ્યુ કે, બાળકોનું પાલન પોષણ પણ તે બંને સાથે મળીને કરશે. આમિર ખાન અને કિરણ રાવ બંને મળીને તેમના દીકરાનુ પાલન પોષણ કરશે.

આ પહેલા આમિર ખાને 21 વર્ષના થતા જ વર્ષ 1986માં રીના દત્તા સાથે પહેલા લગ્ન કર્યા હતા. જો કે તેમના પહેલા લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહિ. લગ્નના લગભગ 15 વર્ષ બાદ તેમનો તલાક થઇ ગયો.

વર્ષ 1986માં આમિર ખાને તેમના બાળપણના પ્રેમ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે રીના 19 વર્ષની હતી. આમિર ખાન અને રીના દત્તાની લવ સ્ટોરી લગભગ 15-16 વર્ષ ચાલી. આ લગ્નથી તેમના બે બાળકો છે, જેનું નામ જુનેદ અને ઇરા (આઇરા) છે. આમિર ખાન અને કિરણ રાવનો એક દીકરો છે, જેનું નામ આઝાદ છે.

લગ્નના 16 વર્ષ બાદ તે બંને વર્ષ 2002માં અલગ થઇ ગયા. બંનેના પરિવાને તેમના તલાકથી ઝાટકો લાગ્યો હતો. વર્ષ 2002માં રીના દત્તા સાથેના તલાક બાદ તેમણે કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા. પરંતુ હજી પણ આમિર ખાન અને રીના દત્તા સાથે મિત્રતાનો સંબંધ છે.

વર્ષ 2018માં પાની ફાઉન્ડેશનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં આમિર ખાનની પહેલી પત્ની અને બીજી પત્ની એકસાથે જોવા મળી હતી. શું તમે જાણો છો કે આમિર ખાને પહેલી પત્ની રીના દત્તાને એલિમિની તરીકે 50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આમિર ખાને રીના દત્તાને કથિત રીતે 50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

લગાન દરમિયાન કિરણની પહેલી મુલાકાત આમિર સાથે થઇ. તે બાદ બંને વચ્ચે નજીકતા વધી ગઇ.જયારે આમિરની મુલાકાત કિરણ રાવ સાથે થઇ ત્યારે તેમના લગ્ન જીવનમાં કંઇ ઠીક ચાલી રહ્યુ ન હતુ.

એવું કહેવામાં આવે છે કે, આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ તેમનાથી ઉંમરમાં 10 વર્ષ નાની છે. તમને જણાવી દઇએ કે, આમિર ખાન અને રીના દત્તાએ તેમના લગ્નની વાત કેટલાક દિવસો સુધી ઘરવાળાથી છૂપાવીને રાખી હતી.

કિરણ રાવની વાત કરીએ તો, તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત આમિર ખાનની ફિલ્મ “લગાન”માં એક સહાયક નિર્દેશક તરીકે કામ કર્યુ હતુુ. ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકરે કર્યુ.

તમને જણાવી દઇએ કે, રીનાને ઘણીવાર આમિરની ફિલ્મોના પ્રીમિયરમાં દેખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ઘણા બદલાઇ ગયા છે.

વર્ષ 2017ની વાત છે, મે મહિનામાં આમિર ખાનની પહેલી પત્ની રીનાની મુંબઇના પાલી હિલ વિસ્તારમાં એક તસવીર ક્લિક કરવામાં આવી હતી, જે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી હતી. તેમનો આ તસવીરમાં લુક ઘણો બદલાયેલો હતો.

Shah Jina