જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે હેલ્થ

વડોદરાની આ યુવતીએ ભૂખ્યા રહ્યા વગર જ ઉતાર્યું 55 કિલો વજન, બધાને લાગુ પડે એવી ટિપ્સ વાંચો

વડોદરા શહેરની એક મહિલાએ દિવસમાં 6 વખત ખાઈને 55 કિલો જેટલું પોતાનું વજન ઘટાડ્યું છે. આટલું જ નહિ, પરંતુ એને મિસિસ ઇન્ડિયા કવીન ઓફ સબસ્ટેન્સમાં સેકન્ડ રનરઅપનો ખિતાબ પણ મેળવ્યો છે.

Image Source

એ વર્ષ પહેલા મેઘા ઇંજીનિયરનું વજન 110 કિલો હતું, પુરુષાર્થ અને તનતોડ મહેનત પછી એને પોતાનું વજન 55 કિલો ઘટાડી દીધું.આ સ્પર્ધામાં કુલ 45 મહિલાઓ સામેલ હતી જેમાં સુંદરતા, ટેલેન્ટ, બુદ્ધિમત્તા અને કમ્પૅશનના આધાર પર વિજેતા ઘોષિત કરવામાં આવે છે.

Image Source

આ વિષે વાત કરતા મેઘા કહે છે કે મેં ભૂખ્યા રહયા વગર પોતાનું વજન ઘટાડ્યું છે. હું આખા દિવસમાં 5 થી 6 વાર ખાવાનું ખાઉં છું, પરંતુ મારુ ભોજન હેલ્ધી હોય છે, હું તળેલી વાનગીઓ ખાવાનું ટાળું છું. આખા દિવસમાં હું 4 થી 5 લીટર પાણી પીવું છું.

Image Source

ડાયટ અને કસરતથી ઘટાડ્યું વજન

મેઘા કહે છે કે મારી ડાયટમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને વેજીટેબલનો સમાવેશ થાય છે. દિવસમાં દોઢ કલાક કસરત કરું છું. જેમાં પણ કાર્ડિયો અને વેટ ટ્રેનિંગ કરું છું. હવે હું બીજાને પણ વજન ઘટાડવા માટેની ટિપ્સ આપું છું.

Image Source

જુવો કેવી દેખાય છે મેઘા 55 કિલો વજન ઘટાડ્યા પછી: 

બે વર્ષ પહેલા હતી 110 કિલોની, હવે છે ફક્ત 55 કિલો વજન. મિસિસ ઇન્ડિયા કવીનના રનરઅપનો ખિતાબ જીતી ચુકી છે.

Image Source

દિવસભરમાં પીવે છે 4 થી 5 લીટર પાણી.ડાયટમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને વેજીટેબલનો સમાવેશ થાય છે. દિવસમાં દોઢ કલાક કરે છે કસરત…

બાકી તમે નીચે આપેલી ટિપ્સ પણ ટ્રાય કરી શકો છો : ચાલો જાણીએ એવી કઈ 10 બાબતોથી તમે તમારું વજન ઘટાવી શકો છો.

જંક ફૂડથી રહો દૂર:
શરીરને જો તમારે સ્વસ્થ રાખવું હોય અને તમે જો ખરેખર વજનને ઘટાડવા માંગો છો બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો. જંક ફૂડની અંદર તેલ, બટર તેમજ ઘણી એવી વસ્તુઓ હોય છે જે તમારા વજનને વધારે છે.

3-4 લીટર પાણી પીવો:
દિવસ દરમિયાન જેમ બને તેમ વધુ પાણી પીવાનો આગ્રહ રાખો, વધુ પાણી પીવાના કારણે શરીરમાં ભૂખ પણ ઓછી લાગશે અને શરીરનું મેટાબોલિઝમ પણ સારું થાય છે. એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે જો તમે જમ્યા બાદ એક કલાક પછી પાણી પીવાનું રરાખશો તો શરીરને વધુ ફાયદો પહોંચશે.

ખાવામાં સલાડનો કરો ઉપયોગ:
જમતી વખતે ખાસ વધુ સલાડ પણ સાથે ખાવાનું રાખો અને જયારે તમને સામાન્ય ભૂખ લાગી હોય ત્યારે તેલવાળી અથવા તો બીજી કોઈ વસ્તુ ખાવાના બદલે કાકડી, ગાજર,ચણા જેવું સલાડ ખાવાની ટેવ પાડવી.

જમ્યા બાદ થોડું ચાલવું:
વજન વધવાની સૌથી મોટી સમસ્યા જમ્યા બાદ કોઈ કામ ના કરવું અને આળસ આવવાના કારણે થતી હોય છે. પરંતુ બપોરે કે રાત્રે જમ્યા બાદ ઓછામાં ઓછું પંદર મિનિટી સુધી ચાલવાનું રાખો.

જમીને તરત સુવાનું ટાળો:
ઘણા લોકોને જમ્યા બાદ તરત સુવાની આદત હોય છે તો ઘણા લોકો જમીને સીધા જ આડા પડી જતા હોય છે પણ આ આદત ખુબ જ ખરાબ આદત છે. આ આદતના કારણે જ તમે તમારા વજનને વધારી રહ્યા છો. માટે જમીને થોડું ટહેલવા નીકળવું અને સુવાના 2 કલાક પહેલા જ જમવું. જમ્યા બાદ બપોરે કે રાત્રે ક્યારેય સૂવું નહિ.

Image Source

ગળ્યું ખાવાનું ટાળો:
કોઈ પણ ગળી વસ્તુ ખાવાથી શરીરમાં ચરબી વધે છે. માટે જેમ બને તેમ ગળ્યું ખાવાનું ઓછું રાખો. તમને જો ગળ્યું ખાવાનું વધારે મન થતું હોય તો પણ તમારી જાત ઉપર કાબુ કરીને માત્ર ટેસ્ટ પૂરતું જ ચાખવાનો આગ્રહ રાખો.

ભૂખ કરતા વધારે ના ખાવું:
ઘણીવાર ઘરમાં કોઈ સારી વસ્તુ બની ગઈ હોય ત્યારે આપણે ભૂખ કરતા પણ વધારે ખાઈ લેતા હોઈએ છીએ પરંતુ વધારે જમવાના કારણે પણ તમારું વજન ઝડપથી વધે છે. હંમેશા ભૂખ લાગી હોય તેટલો જ ખોરાક લેવાનું રાખો અને જો શક્ય હોય તો ભૂખ કરતા પણ બે કોળિયા ઓછા ખાસો તો વધુ ફાયદો થશે.

સવારે નાસ્તો કરો:
ઘણા લોકોને સવારે નાસ્તો કરવાની આદત નથી હોતી એ માત્ર ચા, દૂધ અથવા કોફી પીને જ ચલાવી લેતા હોય છે અને તેના કારણે બપોરના જમવા પહેલા જ ચિપ્સ જેવી વસ્તુઓ ખાતા હોય છે. પરંતુ હંમેશા સવારે નાસ્તો કરવાની આદત રાખો ત્યારબાદ સીધું જ બપોરે જમવાની ટેવ પાડો.

સવારે હુંફાળું પાણી પીઓ:
સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે એક કપ હુંફાળું ગરમ પાણી પીવાની ટેવ રાખો જેના કારણે તમારા શરીરની ચરબી ઘટશે અને તમારું પાચનતંત્ર પણ વ્યવસ્થિત રહેશે.

નિયમિત થોડો વ્યાયામ કરો:
વ્યાયામ કરવાથી હંમેશા શરીર કસાયેલું રહે છે. માટે શક્ય હોય ત્યારે સવારે કે સાંજે થોડો થોડો વ્યાયામ કરવાની શરૂઆત કરો અને ધીમે ધીમે તમારા નિયમિત વ્યાયામને વધારતા જાઓ. જેના કારણે તમારુ શરીર પણ કસાયેલું રહેશે અને વજન વધવાની સમસ્યા પણ નહિ રહે.