ખબર

ખુશખબરી: ગુજરાત સરકારે કોવિડ ટેસ્ટની કિંમતમાં કર્યો આટલો ઘટાડો- જાણો ફટાફટ

ગુજરાતમાં સરકારનો હાલમાં જ મોટો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ લેબમાં RT-PCRના ટેસ્ટના પ્રાઈઝમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ મહામારીની ખરાબ પરિસ્થિતિને જોતાં કોરોના વાયરસના ટેસ્ટમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ત્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ દ્વારા ટેસ્ટિંગને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં તથા ખાનગી લેબ દ્વારા ઘરેથી કોરોના વાયરસના ટેસ્ટ કરવાના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

જે લોકો માં વાસ્તલ્ય કાર્ડ ધરાવે છે તેવા લોકોની રજુઆતોને ધ્યાને લઇને આ કાર્ડની વેલિડિટી પુરી થઇ છે એ બધા લોકો માટે 3 મહિના માટે વધારો કરવામાં આવ્યો છે. હવે આગામી ૩ મહિના સુધી માં વાત્સલ્ય કાર્ડ એક્સપાયર થયું હશે તો પણ કાર્ડ ચલાવવાનું રહેશે. તે અંગે પણ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. કોઇ હોસ્પિટલ કાર્ડ એક્સપાયર થઇ ગયું છે તેમ કહી મનાઇ નહી કરે. એક્સપાયર કાર્ડ પણ આગામી ત્રણ મહિના સુધી માન્ય રાખવાનું રહેશે.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર લેબોરેટરી પર જઇ ટેસ્ટ કરવામાં આવે તો રૂ.700 ચાર્જ લેબ હવે લઇ શકશે, આ ટેસ્ટ માટે અગાઉ રૂ.800 ચાર્જ કરવામાં લેવામાં આવતો હતો. ઘરેથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવે તેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘરેથી ટેસ્ટ માટે પહેલા રૂ.1100 ચાર્જ થતો હતો તે હવે ઘટીને રૂ.900 કરવામાં આવ્યો છે. આ નવો રેટ કાલથી તમામ લેબમાં ભાવ ઘટાડો લાગુ થશે.