ખબર

દેશના 319 જિલ્લા ગ્રીન ઝોનમાં અને 130 જિલ્લા રેડ ઝોનમાં, જુઓ ઝોન પ્રમાણે ગુજરાતની યાદી, ક્યાં મળી શકે છે છૂટ

દેશભરમાં લોકડાઉનનું બીજો તબક્કો ચાલી રહ્યો છે, પહેલા 21 દિવસ અને હવે 19 દિવસના બીજા લોકડાઉનને પણ પૂર્ણ થવામાં હવે માત્ર 2 દિવસનો જ સમય બચ્યો છે ત્યારે લોકોના મનમાં એ પ્રશ્ન છે કે શું લોકડાઉન ખુલશે? કે પછી આંશિક છૂટછાટ આપવામાં આવશે, ત્યારે એ પહેલા આપણે એ જોવું પડશે કે જિલ્લા પ્રમાણે કેવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને અનુરૂપ જ છૂટછાટ મળી શકે છે.

Image Source

બીજા લોકડાઉન વખતે દેશના અલગ અલગ ક્ષેત્રોને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સમાવેશ થતો હતો, હવે આ બીજું લોકડાઉન જયારે પૂર્ણ થવાના આરે આવ્યું છે ત્યારે તેમાં ઘણા બધા પરિવર્તનો થયેલા જોઈ શકાય છે.

દેશમાં 319 જિલ્લાઓનો સમાવેશ ગ્રીન ઝોનમાં થાય છે જયારે 130 જિલ્લાઓ હજુ રેડ ઝોનમાં છે, આપણા ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ હજુ રેડ ઝોનમાં છે, કેટલાક જિલ્લાઓ તો પહેલા ગ્રીન ઝોનમાં હતા પરંતુ આ બીજા લોકડાઉન દરમિયાન જ  રેડ ઝોનમાં આવી ગયા છે.

Image Source

ગ્રીન ઝોન ધરાવતા જિલ્લાઓ:

 • મોરબી
 • અમરેલી
 • પોરબંદર
 • જૂનાગઢ
 • દેવભૂમી દ્વારકા

ઓરેન્જ ઝોનમાં આવેલા જિલ્લાઓ:

 • મહેસાણા
 • પાટણ
 • ખેડા
 • વલસાડ
 • દાહોદ
 • કચ્છ
 • નવસારી
 • ગીર-સોમનાથ
 • ડાંગ
 • સાબરકાંઠા
 • તાપી
 • જામનગર
 • સુરેન્દ્રનગર
 • રાજકોટ
 • ભરૂચ
 • બોટાદ
 • નર્મદા
 • છોટાઉદેપુર
 • મહિસાગર

રેડ ઝોનમાં આવેલા જિલ્લાઓ:

 • અમદાવાદ
 • સુરત
 • વડોદરા
 • આણંદ
 • બનાસકાંઠા
 • પંચમહાલ
 • ભાવનગર
 • ગાંધીનગર
 • અરવલ્લી
Image Source

કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાતમાં જે પાંચ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે. તે જિલ્લાઓમાં વધારે છૂટછાટ મળવાની આશા છે. તેમજ 19 જિલ્લાનો ઓરોન્જ ઝોનમાં સમાવેશ કરવામાં થાય છે, એટલે કે આ જિલ્લામાં આંશિક છૂટછાટ મળી શકે છે. જ્યારે અમદાવાદ સહિત નવ જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ થતો હોવાના કારણે આ જિલ્લામાં છૂટછાટ મળવાની શક્યતા ખુબ જ ઓછી રહેલી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.