દવા અને માણસનો એક નજીકનો સંબંધ છે, ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે બીમારીમાં દવાનો ઉપયોગ નહીં કરતો હોય માટે મોટાભાગના લોકોને જીવનમાં દવાની જરૂર પડતી જ હોય છે. પરંતુ ડોકટરરે લકાહીં આપેલી દવા જયારે આપણે મેડિકલ સ્ટોરમાં લેવા જઈએ છીએ ત્યારે આપણે કોઈ બાબતનું ધ્યાન નથી રાખતા, કારણ કે આપણને ડોક્ટર ઉપર વિશ્વાસ હોય છે.

દવાના પેકેટ ઉપર આપણે વધારેમાં વધારે ધ્યાન રાખીએ છીએ તેની ઉપર લાગેલી તારીખનું. દવા બનવાની તારીખ અને તેની એક્સપાયરી ટેડ સિવાય આપણે બીજું કઈ ખાસ નથી જોતા, તો કેટલાક જાણકારો દવાનો પાવર જોતા હોય છે, દવા કેટલી સ્ટ્રોંગ છે અને તે કેટલી અસર કરી શકે છે તેના વિશે જાણતા હોય છે, પરંતુ બીજી ઘણી એવી બાબતો છે જેના વિશે જાણવું ખુબ જ જરુરી હોય છે. આજે આપણે એવી જ કેટલીક બાબતો વિશે જાણીશું.

દવાના પેકેટ ઉપર લગાવેલી લાલ રંગની પટ્ટી:
ઘણી દવાઓના પેકેટ જયારે આપણે ખરીદીએ છીએ ત્યારે તેના ઉપર લાલ રંગની એક પેટ્ટી દોરેલી હોય છે, આપણે એમ વિચારીએ છીએ કે તે માત્ર પેકેટના દેખાવ માટે હશે પરંતુ ના, આ લાલ પટ્ટી લગાવવાનું પણ એક ખાસ કારણ છે. જે દવાના પેકેટ ઉપર લાલ રંગની પટ્ટી દોરેલી હોય એ દવા ડોકટરની ચીઠ્ઠી વિના આપી શકાય નહિ. એન્ટિબાયોટિક દવાના દુરુપયોગ ના કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે આ લાલ પટ્ટી દવાના પેકેટ ઉપર લગાવવાનું નાકી કર્યું હતું.

Rxનો અર્થ:
ઘણી દવાના પેકેટ ઉપર Rx લકહેલું હોય છે, આપણને પણ તેની ખબર નતી હોતી કે તે શું કામ લખ્યું હશે, પરંતુ Rxનો મતલબ થાય છે કે આ દવા ડોક્ટરની સ;સલાહ દ્વારા જ લેવી જોઈએ, જો આ દવા તમે સામાન્ય રીતે ઉપયોગ કરો છો તો તે શરીરને નુકશાન પહોંચવી શકે છે. માટે ડોક્ટર જ આવી દવા લખી આપે છે ત્યારે જ તેનો ઉપયોગ કરવો.

XRx શું છે?:
જે દવાના પેકેટ ઉપર XRx લખેલું હોય એવી દવાઓ તમે કોઈપણ મેડિકલ સ્ટોરમાંથી નથી ખરીદી શકતા આ દવાઓ ફક્ત ડોક્ટર જ આપી શકે છે. આ દવા વેચવા માટે પણ પરવાનગીની પણ જરૂર પડે છે. માટે આ દવા તમને માત્ર ડોક્ટર પાસે જ મળી શકે છે.

NRxનો મતલબ:
NRx લખેલી દવાઓ લેવાની ફક્ત એજ ડોક્ટર સલાહ આપી શકે છે જેની પાસે નશીલી દવાઓનું લાયસન્સ હોય છે. નશીલી દવાઓનું લાયસન્સ ના ધરાવનાર ડોક્ટર કે મેડિકલ સ્ટોર વાળા આ દવાઓ ના તો વેચી શકે છે ના રાખી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.