અજબગજબ

જોયા છે તમે ક્યારેય લાલ કેળા? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લાલ કેળા જોઈને તમે પણ હેરાન રહી જશો

બજારની અંદર ઘણી પ્રકારના ફ્રૂટ મળતા હોય છે. ઘણા અલગ વિસ્તારોમાં આપણે જઈએ ત્યારે ક્યારેય ના જોયેલા ફ્રૂટ પણ આપણે જોયા હશે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એવા જ એક ફ્રૂટની તસ્વીર વાયરલ થઇ રહી છે. જે ફ્રૂટ આપણે બધાએ ખાધું હશે, પરંતુ આ ફ્રૂટનો રંગ આપણે પહેલીવાર જોતા હોઈશું.

Image Source

આ ફ્રૂટ છે કેળું. બજારની અંદર આમ તો આપણે પીળા રંગના કેળા જોવાની આદત ધરાવીએ છીએ, પરંતુ બજારમાં જો લાલ રંગના કેળા જોવા મળે તો? નવાઈ લાગે ને? મનમાં પણ એમ થાય કે લાલ રંગના કેળા તો હોતા હશે?

Image Source

પરંતુ આ હકીકત છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર લાલ કેળાની તસવીરો વાયરલ થઇ રહી છે. અને ઘણા લોકો આ તસવીરો જોઈને કહી પણ રહ્યા છે. “લાલ કિલ્લા તો સાંભળ્યું હતું, લાલ કેળા પહેલીવાર જોઇએ છીએ.”

તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં લાલ કેળાનું ઉત્પાદન ખુબ જ ઓછું થાય છે, પરંતુ વિદેશોમાં આ લાલ કેળાની ખુબ જ માંગ છે.
લાલ રંગના કેળા ઓસ્ટ્રલિયા, અમેરિકા, વેસ્ટઇંડીઝ, મેક્સિકો જેવા દેશો સાથે ભારતમાં ફક્ત તામિલનાડુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉગાવવામાં આવે છે. જો કે હવે આ લાલ કેળાની ખેતી ઉત્તર ભારતમાં પણ થવા લાગી છે.

Image Source

લાલ કેળા પીળા કેળા કરતા પણ ખાવામાં વધારે ફાયદાકારક છે. તેની અંદર રહેલા ગુણો પણ શરીર માટે ખુબ જ લાભકારક છે.

Image Source

લાલ કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે હૃદય સાથે જોડાયેલી બીમારીઓ અને ડાયાબિટીસના ખતરાને ઓછો કરે છે. આ કેળા વિટામિન સીથી પણ ભરપૂર હોય છે અને તેમાં 110 કૈલોરી હોય છે. આ ઉપરાંત તેની અંદર ફેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમ નથી હોતું. તેની અંદર 29 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને એક ગ્રામ પ્રોટીન હોય છે.