દુર્ઘટનામાં થઇ પ્રેગ્નેટ પત્નીની મોત, પતિએ આપી દીકરી સાથે એવી શ્રદ્ધાંજલિ કે તસવીરો થઇ રહી છે વાયરલ

પતિએ આપી દિવંગત પત્નીને શ્રદ્ધાંજલિ, દીકરી સાથે કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ

હાલમાં એક મેટરનિટી ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે અને એની પાછળની કહાની ઇમોશનલ કરી દે તેવી છે. પત્નીએ બાળકની ડિલીવરી પહેલા પતિ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ હતુ. ફોટોશૂટ બાદ અને ડિલીવરીના ઠીક પહેલા પત્ની એક કાર અકસ્માતમાં ઘાયલ થઇ હતી.

ડોક્ટરોએ તેનું ઓપરેશન કરી તેની ડિલીવરી કરી હતી, પરંતુ મહિલાની હોસ્પિટલમાં જ મોત થઇ હતી. પિતાએ બાળકીની વર્ષગાંઠ પર એ જ જગ્યાએ જઇને માતાની તસવીર સાથે ફોટોશૂટ કરાવ્યુ.

કૈલિફોર્નિયાના આ વ્યક્તિનું નામ જેમ્સ છે. જેમ્સે આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ, મારી દીકરી કાશ તુ તારી માતાને મળી શકતી, જો આજે એ અહી હોતી તો દુનિયાની સૌથી ખુશહાલ માતા હોતી.

જેમ્સની પત્ની યેસેનિયાની એક કાર અકસ્માતમાં મોત થઇ ગઇ. તેમની મોત થઇ તે સમયે તે 35 સપ્તાહની પ્રેગ્નેટ હતી. બાળકને બચાવવા માટે ડોક્ટરોને ઇમરજન્સી ઓપરેશન કરવુ પડ્યુ. જેમ્સે તેની દીકરીના પહેલા જન્મદિવસ પર ફોટોશૂટ કરાવ્યુ, તેણે એ જગ્યા પર ફોટોશૂટ કરાવ્યુ જયાં તેણે અને તેની પત્નીએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ હતુ.

નાની બાળકીને એવા જ પિંક કપડા પહેરાવવામાં આવ્યા હતા, જે મેટરનિટી ફોટોશૂટ સમયે તેની પત્નીએ પહેર્યા હતા. તેણે એવી જ રીતે પોઝ આપતા ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ ઇમોશનલ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

આ બાબતને લઇને જેમ્સે કહ્યુ હતુ કે, મેં મારી દીકરી માટે એવા જ કપડા બનાવડાવ્યા હતા, જે તેની માતાએ પહેર્યા હતા અને અમે એ જ સ્થાન પર ગયા હતા. અમે તેને સમાન બનાવવા માટે કોશિશ કરી અને તે વાસ્તવમાં કમાલની હતુ.

 

View this post on Instagram

 

A post shared by James Alvarez (@__jamesalvarez)

Shah Jina